ભલે જામીન મળ્યા પણ સાગઠીયાને બોગસ મિનિટ્સ બુક અને એસીબીના કેસમાં જેલમાં જ રહેવું પડશે
બનાવ બન્યાના સવા વર્ષમાં 15 આરોપી પકડાયા,
6ના જામીન મંજુર : 5 આરોપી જેલમુક્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ ઝછઙ ગેમ ઝોનમાં ગત તારીખ 25-05-2024ના ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં 27 નિર્દોષ લોકોને જીવ ગુમાવ્યા હતા આ અગ્નિકાંડ કેસમાં આરોપી તરીકે જેલવાસ ભોગવી રહેલા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ઝઙઘ) મનસુખ ધનજીભાઈ સાગઠિયાના સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે અગ્નિકાંડ કેસમાં સાગઠિયાને રાહત મળી છે પરંતુ હજુ સાગઠિયાને જેલમાં જ રહેવું પડશે કારણકે અગ્નિકાંડ ઉપરાંત સાગઠિયા સામે બોગસ મિનિટ્સ બુક ઉભો કરવાનો ડીસીબીમાં અને અપ્રમાણસર મિલ્કત અંગે એસીબીમાં ગુનો નોંધાયો છે આ બે ગુના માટે તેને જેલવા જ રહેવું પડશે.
રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અગ્નિકાંડ કેસમાં છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ છે તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે જામીન મંજુર કર્યા છે અગ્નિકાંડ બાદ થયેલી તપાસમાં સાગઠિયાએ પોતાના હોદાનો દુરુપયોગ કરી લાંચ લઇ મોટા પ્રમાણમાં મિલ્કત વસાવી હોવાનું સામે આવતા એસીબીમાં અપ્રમાણસર મિલ્કત અંગે ગુનો નોંધાયો હતો આ ઉપરાંત અગ્નિકાંડ કેસમાં તેને જેલમાં લઇ જતી વેળાએ સાગઠિયાના હાથાં એક ગુલાબી કલરની ફાઈલ જોવા મળી હતી તે ફાઈલ બીજું કઈ નહિ પરંતુ અગ્નિકાંડ કેસમાં પોતે બચવા માટે બોગસ મિનિટ્સ બુક બનાવી હોય તે હોવાનું સામે આવતા ડીસીબીમાં સાગઠિયા સામે ત્રીજો કેસ નોંધાયો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા હોવા છતાં મનસુખ સાગઠિયાને હાલ જેલમાંથી મુક્તિ નહીં મળે. તેઓ હજુ પણ બે અન્ય કેસમાં જેલમાં રહેશે. જેમાં બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઝછઙ ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતભરમાં ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના નિયમોને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી સાગઠિયા સહીત 6 આરોપીઓને જામીન મળ્યા છે જે 6 પૈકી 5 આરોપી હાલ જેલ મુક્ત છે.
- Advertisement -
અત્યાર સુધીમાં પકડાયેલા 15 આરોપી : (જામીનમુક્ત)
ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર),
રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા
યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
રાહુલ લલીતભાઇ રાઠોડ
ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન
મહાનગરપાલિકાના તત્કાલીન ઝઙઘ મનસુખ ધનજીભાઇ સાગઠિયા (જામીન મંજુર પણ હાલ જેલમાં )
આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી (જામીનમુક્ત)
મુકેશ મકવાણા (જામીનમુક્ત)
કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા
ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી (જામીનમુક્ત)
રાજેશભાઇ નરશીભાઇ મકવાણા (જામીનમુક્ત)
ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર (જામીનમુક્ત)
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા
ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટર મહેશ અમૃત રાઠોડ
અગ્નિકાંડ કેસનો ઘટનાક્રમ
મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં લાગી ભીષણ આગ
27 નિર્દોષ લોકો જીવતા ભડથું થઇ ગયા
તાલુકા પોલીસમાં પીએસઆઈ ત્રાજીયાએ ફરિયાદ નોંધાવી
હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ છખઈના 8 અધિકારી સસ્પેન્ડ મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરને હટાવ્યા
ત્રણ આરોપી યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડની ધરપકડ
પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સસ્પેન્ડ કરવામાં આવ્યો.
ATPO રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ધરપકડ
પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અઈઇમાં ફરિયાદ
CFO ઈલેશ ખેર, ડે.સીએફઓ ભીખા ઠેબા અને વેલ્ડિંગ કામનું સુપરવિઝન કરનાર મહેશ રાઠોડની ધરપકડ