કોર્ટમાં હાજર થવાનો પણ આપ્યો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.19
- Advertisement -
સુપ્રિમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઇને આપ્યો છે. સુપ્રિમ કોર્ટે આ પહેલા પણ યોગગુરુ રામદેવને પણ નોટિસ પાઠવી હતી અને તેમને કોર્ટમાં બોલાવ્યા હતા.
કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણ અને રામદેવ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માગ્યો હતો. આ સિવાય સુપ્રિમ કોર્ટે સંસ્થા પર જાહેરાતો પ્રસિદ્ધ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દિધો હતો. વાસ્તવમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે, પતંજલી આયુર્વેદ જાહેરાતો ખોટા દાવા કરી રહી છે અને ગેરમાર્ગે દોરી રહી છે.
પતંજલિ આયુર્વેદે કોર્ટમાં બાંયધરી આપી હતી અને તેમ છતાં જાહેરાત છપાઇ હતી. આવી સ્થિતિમાં જસ્ટિટ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુંલ્લાહની બેંચે નારાજગી વ્યક્ત કરી અને રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગ્યો હતો. જ્યારે કોઇ જવાબ ન મળ્યો ત્યારે કોર્ટે તેમને હાજર થવાનો આદેશ આપ્યો અને તિરસ્કારની નોટિસ પણ જારી રહી હતી. જાહેરાતમાં રામદેવની તસવીર પણ સામેલ હતી. આવી સ્થિતમાં કોર્ટે તેમને પક્ષકાર બનાવ્યા અને પૂછ્યું તે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઇએ?
- Advertisement -
કોર્ટમાં આપવામાં આવેલી બાંયધરીને ધ્યાનમાં રાખીને રામદેવેને જણાવવું જોઇએ કે, શા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરુ ન કરવી જોઇએ. તેમણે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954નું ઉલ્લંઘણ કર્યું છે.
આ કાયદાની કલમ 3 બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સંવિધા, અસ્થમાં વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટેના પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે.