દર્દીઓને મળતી સુવિધામાં ખાસ ધ્યાન આપવા સ્ટાફને કડક ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયાએ ગઇકાલે ફરી ઈમરજન્સી વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. પોતે ઓફિસ પર પહોંચે તે પૂર્વે વિભાગોમાં કેવી કામગીરી ચાલી રહી છે.તે જોવા માટે ચેકિંગમાં પહોંચ્યા હતા. અને સ્વસ્થા અને દર્દીઓને મળતી પ્રાથમિક સુવિધા પર ખાસ ધ્યાન આપવા સ્ટાફને ટકોર કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ તબિબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા છે માટે દરરોજ દર્દીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. દર્દીઓને હોસ્પિટલમાં કેવી સુવિધા મળવી જોઈએ તે સહિતની હકિકતથી તેઓ વાકેફ હોઈ છે.
- Advertisement -
જેથી ખાસ કરીને ઈમરજન્સી વિભાગમાં દર્દીઓ સ્ટ્રેચર જેવી સુવિધાઓથી વંચિત રહે છે. અને સ્ટાફ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવતું ન હોવાથી દર્દીના સગાઓને સ્ટ્રેચર શોધતું રહેવું પડે છે. જેથી ડો.મોનાલી માકડીયા ગઈકાલે ઈમરજન્સી વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચ્યા હતા.અને તેઓના પહોંચતાની સાથે જ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી.તેઓએ હોસ્પિટલના તમામ વિભાગોમાં સ્વસ્થા રહે અને દર્દી ઓને યોગ્ય સારવાર તેમજ પૂરતું માર્ગદર્શન મળતું રહે તે બાબતે સ્ટાફને ટકોર કરી હતી.તેમજ અનેક જગ્યાએ સ્વસ્થાનો તેમણે અભાવ જોવા મળતા ત્યાં તુર્તજ સફાઈ કરવા સૂચના આપી દેવામાં આવી હતી.