પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પહલગામમાં થયેલા હુમલાએ બધાને હચમચાવી દીધા છે. અક્ષય કુમારથી લઈને સંજય દત્ત, અનુપમ ખેર સુધી, દરેક વ્યક્તિ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન સની દેઓલે પણ પોસ્ટ કરી છે. લોકો અન્ય બોલિવૂડ સેલેબ્સની પોસ્ટને પસંદ કરી રહ્યા છે, ત્યારે સની દેઓલને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં સની દેઓલે થોડા સમય પહેલા ફવાદ ખાનના પુનરાગમનનું સમર્થન કર્યું હતું. આ કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
સની દેઓલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. એક તરફ તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને બીજી તરફ તેણે કહ્યું છે કે તે પીડિત પરિવાર સાથે છે. તેમ છતાં લોકો ટિપ્પણી કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.
સની દેઓલે કરી આ પોસ્ટ
સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું – ‘આ સમયે દુનિયાનો વિચાર ફક્ત આતંકવાદને ખતમ કરવાનો હોવો જોઈએ કારણ કે ફક્ત નિર્દોષ લોકો જ તેનો ભોગ બને છે, માણસે પોતાની અંદર જોવાની જરૂર છે. આ દુઃખની ઘડીમાં હું પ્રભાવિત પરિવારો સાથે ઉભો છું.
સની દેઓલે થયો ટ્રોલ
એક યુઝરે લખ્યું કે, ‘તું તો પાકિસ્તાની કલાકારોને કામ આપવાની વાત કરી રહ્યો છે.’ બીજાએ યુઝરે લખ્યું- ‘જાટ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તમે શું કહ્યું હતું – પાકિસ્તાની કલાકારોને રોકવા ન જોઈએ, સિનેમા સરહદોની પેલે પાર અસ્તિત્વ ધરાવે છે. આ તમારા જેવા લોકોની વિચારસરણી છે. તમે ફિલ્મમાં એક હેન્ડપંપને ઉખેડી નાખશો – આ રીતે તમે ભાઈચારો જાળવી રાખશો. બધી જવાબદારી સેના અને સરકારની છે, તમે તેમની સાથે ફિલ્મ બનાવો.’
સની દેઓલે આપ્યું હતું આ નિવેદન?
ફિલ્મ જાટના પ્રમોશન દરમિયાન સની દેઓલને ફવાદ ખાનના પુનરાગમન વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર તેમણે કહ્યું- ‘જુઓ, હું તેના રાજકીય પાસામાં જવા માંગતો નથી, કારણ કે ત્યાંથી વસ્તુઓ ગડબડ થવા લાગે છે. અમે અભિનેતા છીએ, અમે આખી દુનિયાના દર્શકો માટે કામ કરીએ છીએ. લોકો જોઈ રહ્યા હોય કે ન જોઈ રહ્યા હોય, અમે દરેક માટે પ્રદર્શન કરીએ છીએ. તો, આવી કોઈ વાત નથી. દુનિયા જે રીતે છે, આપણે વૈશ્વિક રહેવું જોઈએ અને વધુ દેશોનું સ્વાગત કરવું જોઈએ. આ રીતે હોવું જોઈએ.’