નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર દેશમાં હોકીના ખ્યાતનામ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29મી ઓગસ્ટને રાષ્ટ્રીય રમતની ટીમો અને દેશની રમત પરંપરાઓનું સન્માન કરવા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત ધ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત મુક્ત ગુજરાત અને સ્પોર્ટ્સ અવેરનેસ સેલીબ્રેશન અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આવતીકાલે રવિવારે સવારે 6 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ફ્લેગ ઓફ બાન લેબ્સના ચેરમેન અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.