સોરઠ પંથકમાં હનુમાન જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
આજ રોજ શનિવારે હનુમાન જયંતિ સુભગ સમન્વય છે ત્યારે સોરઠમાં હનુમાન મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મંદિરોમાં સુંદરકાંડ, અન્નકોટ, છપ્પનભોગ, હનુમાન ચાલીસા તેમજ બટુક ભોજન સહિત મહાપ્રસદાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યુ છે અને રાત્રે સંતવાણી સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ લંબે હનુમાનજી મંદિરે આજે વ્હેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે હનુમાનજી મંદિરે ર1 હજાર લાડુનો મહાભોગ ધરાયો હતો. તેની સાથે મંદિરે હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ સાથે રામધૂનનો ભક્તોએ લાભ લીધો હતો. આમ હનુમાનજી મંદિરના તમામ ધર્મ સ્થાનોમાં સવારથી ધાર્મિકમય વાતાવરણમાં હનુમાન જયંતિની ઉજવણી ભાવપૂર્વક ઉજવવામાં આવી રહી છે. તેમજ અનેક હનુમાનજી મંદિરે ગુંદી, ગાંઠીયા સહિત પ્રસાદનો વિતરણ ભાવિકોને કરવામાં આવી રહ્યું છે અને વ્હેલી સવારથી હનુમાનજી મંદિરે વિશેષ પૂજન અર્ચન અને મહાઆરતિ સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.