વિશ્ર્વની જાયન્ટ કંપનીના CEOનો રસપ્રદ ઇન્ટરવ્યુ
ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઇએ પોતાની કેટલીક ટેક્નિકલ આદતો અંગે જાણકારી આપી છે.
બાળકોને કેટલો સમય સુધી સ્ક્રીન પર રહેવું જોઈએ.
સુંદર પિચાઇએ BBCને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાનાં બાળકોને કેટલા સમય સુધી સ્ક્રીન પર રહેવાની મંજૂરી આપો છો? તો તેના જવાબમાં પિચાઇએ કહ્યું હતું કે તેઓ પોતાનાં બાળકોને પોતાની રીતે જીવવામાં સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપે છે. સુંદર પિચાઇએ વધુમાં કહ્યું કે, ’આ વાતને હું વ્યક્તિગત દાયિત્વની જેમ સમજું છું, જેના પર વ્યક્તિનો પોતાનો જ નિર્ણય હોવો જોઈએ.’
કેટલીવાર પાસવર્ડ બદલો છો?
સુંદર પિચાઇને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કેટલી વખત પાસવર્ડ બદલો છો, તો તેમણે કહ્યું, તેઓ પોતાનો પાસવર્ડ વારંવાર નથી બદલતા. જોકે સાથે જ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન પાસવર્ડ અપનાવવું જોઈએ. ગૂગલના CEOએ કહ્યું હતું કે TWO-FACTOR ઓથેન્ટિકેશન સુરક્ષાની દૃષ્ટિએ ઘણું જ સારું છે.
- Advertisement -
કેટલા ફોનનો ઉપયોગ કરો છો?
આ રીતે જ જ્યારે સુંદર પિચાઇને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલા ફોનનો ઉપયોગ કરે છે, તો તેમણે કહ્યું હતું કે તેઓ એક વખતમાં અલગ-અલગ કામો માટે 20થી વધુ ફોનનો ઉપયોગ કરે છે, સાથે જ તેમને વારંવાર ફોન બદલતા રહેવાની આદત હોવાનું જણાવી કહ્યું કે નવા-નવા ફોનના ટેસ્ટિંગ કરતો રહું છું.
પિચાઇની ચેતવણી
ગૂગલના ઈઊઘ સુંદર પિચાઇએ યુઝર્સને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વભરમાં ફ્રી અને ઓપન ઈન્ટરનેટ પર અટેક થઈ રહ્યા છે. અનેક દેશ આ જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે પ્રતિબંધિત કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સુંદર પિચાઇએ ફ્રી અને ઓપન ઈન્ટરનેટને ખતરારૂપ ગણાવ્યું છે, સાથે જ આ દરમિયાન તેમણે એ વિષયને પણ કવર કર્યું છે જે અંગે વધુ વાત ન કરી શકાય. તેમને લાગે છે કે તેઓ આ અંગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની મદદથી ક્રાંતિકારી બદલાવ કરી શકે છે.