- ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના વધુ એક મંત્રીને સમન્સ મોકલ્યું
આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મંત્રીને EDએ સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. નોંધનીય છે કે, કૈલાશ ગેહલોત દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.
- Advertisement -
Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot for questioning today, in the ongoing investigation in money laundering case linked to Delhi excise policy: Sources
(File photo) pic.twitter.com/FbXC7zwvAx
— ANI (@ANI) March 30, 2024
- Advertisement -
તેમના પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ છે. આ ઉપરાંત, AAP નેતા પર દક્ષિણના લીકરના વેપારી વિજય નાયરને તેમનું સરકારી આવાસ આપવાનો પણ આરોપ છે. ઈડીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા દિલ્હી પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે.
કોણ છે કૈલાશ ગેહલોત?
નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત તે પેનલનો ભાગ હતા જેણે હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.