સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ફક્ત એક લાખ રૂપિયાના રોકાણ પર તમારી બાળકી કરોડપતિ બની શકે છે. જાણો તેના વિશે.
બાળકીના જન્મની સાથે જ માતા-પિતાને તેના અભ્યાસ અને લગ્નના ખર્ચને લઈને ટેન્શન થવા લાગે છે. એવામાં સરકાર દિકરીના ભવિષ્યની ચિંતાને દૂર કરવા માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવે છે. એક એવી જ સ્કીમનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના.
- Advertisement -
આ એક નાની બચત યોજના છે જે ટેક્સ સેવિંગની સાથે સાથે શાનદાર રિટર્ન લાભ પણ આપે છે. આ સ્કીમમાં દર વર્ષે 1 લાખ રૂપિયાનું રોકાણ કરી તમારી બાળકીને 21 વર્ષની આયુમાં લાભ મળી શકે છે. જાણો તેની ડિટેલ્સ વિશે.
મળી રહ્યો છે આટલા વ્યાજનો લાભ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા રકમ પર સરકાર હાલ 8.2 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. હાલમાં જ સરકારે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે નાની બચત યોજનાઓના વ્યાજદર વિશે જાણકારી આપી છે. વ્યાજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો.
- Advertisement -
SSY સ્કીમ હેઠળ દરેક ખાતાધારકને વાર્ષિક આધાર પર 250 રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણની તક મળે છે. આ સ્કીમ હેઠળ ખાતાધારકોને જમા રકમ પર કમ્પાઉન્ડિંગ વ્યાજદરનો લાભ પણ મળે છે. આ સ્કીમમાં બાળકના 15 વર્ષ થવા સુધી રોકાણ કરવાનું હોય છે. તેના બાદ 21 વર્ષની ઉંમર સુધી પૈસા લોકઈન રહે છે.
1 લાખના રોકાણ પર કેટલું મળશે રિટર્ન?
જો કોઈ વ્યક્તિ પોતાની બાળકીના જન્મની સાથે જ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દરરોજ 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો 15 વર્ષની ઉંમર સુધી બાળકની પાસે ખાતામાં કુલ જમા રકમ 15 લાખ રૂપિયા હશે. SSY કેલકુલેટર અનુસાર બાળકના 21 વર્ષ થવા પર તેને કુલ 46,18,385 રૂપિયા મળશે. તેમાં 15 લાખ રપિયા રોકાણ કરેલી રકમ અને 31,18,385 રૂપિયા વ્યાજના રૂપમાં મળે છે.
આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને ઈનકમ ટેક્સની કલમ 80સી હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. તેની સાથે જ મેચ્યોરિટી પર ખાતાધારકોને મળતી રકમ પણ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. આ સ્કીમને કેન્દ્ર સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ જમા રકમને પ્રી-મેચ્યોર ઉપાડવાની પરમિશન ખાસ પરિસ્થિતિઓમાં મળે છે.
બાળકના 18 વર્ષની ઉંમર બાદ ખાતામાંથી 50 ટકા સુધી રકત તેના અભ્યાસ માટે ઉપાડવામાં આવી શકે છે. ત્યાં જ ખાતુ શરૂ કર્યા બાદ ઈમરજન્સીની સ્થિતિમાં ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે.