ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
સુજલામ સુફલામ જળસંચય અભિયાન 2025 તથા કેચ ધ રેન 2.0 અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં અંદાજિત રૂપિયા 3.61 કરોડના ખર્ચે 623 જળસંચયના કામો હાથ ધરાશે.
જેમા સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વોટરશેડ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કુલ 326 કામ હાથ ધરવામાં આવશે. જેમા ચેક્ડેમ ડીસીલ્ટીંગ, ચેક્ડેમ રીપેરીંગ, રીવર ડીસીલ્ટીંગ ડીપનીંગ, નદીના પ્રવાહને અવરોધ રૂપ ઝાડી ઝાખરા દુર કરવા, તળાવ ઉંડા ઉતારવા, નવા તળાવ, જળાશય ડીસીલ્ટીંગ (સ્વ ખર્ચે) વગેરે જેવી કામગીરીનો સમાવેશ કરવામા આવેલ છે.
આ 326 કામોનું અમલીકરણ વિવિધ વિભાગો દ્રારા લોક ભાગીદારી, અને સ્વખર્ચ થશે. જેમાં લોકભાગીદારીથી કુલ 55 કામો હાથ ધરાશે. જે થકી કુલ 437350 ઘ.મી જેટલુ ડીસીલ્ટીંગ કરવાનુ થાય છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 108.03 લાખ થવાનો છે. સ્વ ખર્ચે 213 જેટલા કામોનુ આયોજન કરવામા આવેલ છે. જે થકી કુલ 5,05,000 ઘન મીટર જેટલુ ડીસીલ્ટીંગ થશે. અને વિભાગીય રીતે આ પ્રકારે કુલ 58 કામોનુ આયોજન કરવામા આવેલ છે. જેની અંદાજીત કીંમત રૂ 252.98 લાખ થવા જાય છે. આમ જિલ્લામા વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કાર્યપઘ્ધતિથી કુલ 326.00 કામો 361.00 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે. આ અભિયાન આગામી 31-05-2025 સુધી અમલમા રહેશે.અને રજુઆત મુજબ જળ સંચયના વધુ કામોનો સમાવશે અભિયાનના સમય ગાળામા કરવામા આવશે. આ કામગીરી થવાથી ડીસીલ્ટીંગથી મળેલ માટી ખેડુતોને ખેતસુધારણા માટે વિના મુલ્યે પુરી પાડવામા આવશે તથા ડીસીલ્ટીંગથી જે તે હાઇડ્રોલીક સ્ટ્રક્ચર (ચેક્ડેમ, ડેમ, નહેર વહેરે)ની સંગ્રહ શક્તિ પુન: સ્થાપીત થશે જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધુ સારી રીતે થશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ સિંચાઇમા લાભ મળતો થશે.