રાધિકા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા (ઉ.વ.26) ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું અને પિતાને પણ ફોન કરી હું જાઉં છું કહી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના રૈયા રોડ પર એકલી રહેતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26) એટલે કે ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામથી ફેમસ બનેલી યુવતીએ ગઈકાલે રાત્રિના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરતા પહેલા રાધિકાએ તેના પિતાને ફોન કરી હું જાઉં છું કહ્યું હતું જેથી પિતાને અજુક્તું લાગતા તેઓ તુરંત રાધિકા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યા હતા. જો કે, ત્યાં પહોંચતા રાધિકા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને નીચે ઉતારી હોસ્પિટલ ખેસડવામાં આવી હતી, પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગેની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોઅમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક રાધિકા ધામેચા ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામથી એકાઉન્ટ ધરાવતી હતી અને તે ઇન્સ્ટાફેમ બની હતી. તે ઇન્સ્ટાગ્રામમાં 42,800થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. ગઈકાલે સાંજે 7 વાગ્યે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં ફિલ્મ અભિનેતા દ્વારા ડાયલોગ બોલવામાં આવે છે કે ‘હર એક કી ઝીંદગી મેં એક સમય આતા હૈ, જબ ઉસે ફેંસલા કરના પડતા હૈ કી પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હે’.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાધાએ પિતાને ફોન કરી હું જાઉં છું કહી અંતિમ પગલું ભરી લેતા પરિવારનો પણ મોતનું સાચું કારણ જાણી શક્યા નથી. જેથી પોલીસે મોતનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ગળાફાંસો ખાતાં પહેલાં સ્ટેટસ મૂક્યું ‘ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’, પિતાને અંતિમ ફોન કરી કહ્યું-‘હું જાઉં છું’
ડેરી વિસ્તારનાં કૂખ્યાત મુસ્લિમ શખ્સને કારણે કરી આત્મહત્યા?
ફ્લેટ પર મોડી રાત સુધી ચાલું હતી દારૂની મહેફિલ
- Advertisement -
સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાધાનાં ફ્લેટ પર એક કૂખ્યાત મુસ્લિમ હિસ્ટરીશીટર અને એક ભરવાડ શખ્સ મળીને ત્રણેયની શરાબની મહેફિલ ચાલું હતી. અને તેમાં મુસ્લિમ શખ્સ સાથે રાધાને ઝઘડો થયો હતો. ત્યારબાદ રાધાની લાશ મળી હતી. આમ, આ મોત શંકાના પરિઘમાં છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, મુસ્લિમ શખ્સ સાથે રાધાને ગાઢ સંબંધો હતાં અને એ મહિનાઓથી રાધાને ત્રાસ આપી રહ્યો હતો. પોલીસ જો આસપાસનાં સીસીટીવી ફૂટેજ ચેક કરે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.