ઘરની બાજુમાં ગેરકાયદે માળ બનાવાતા દેવરાજ કોળીએ ઓનલાઈન ફરિયાદ કરી હતી જેનો કોઈ ઉકેલ ન આવતા ભર્યું પગલું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા ડ્રાઈવર દેવરાજ કોળીએ આજે પૂર્વ ઝોન કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે, થોરાળા પોલીસ સ્ટેશનના ઙઈં ડો. એલ.કે.જેઠવાએ દેવરાજ કોળીની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ દેવરાજ કોળીની બાજુમાં રહેતા લોકોએ ગેરકાયદે મકાન ઉપર બીજો માળ બનાવી તેના બાથરૂમનું ભૂંગળું બહાર રોડ પર કાઢ્યું હતું જે મુદ્દે 19 દિવસ પહેલા દેવરાજ કોળીએ ઓનલાઈન ફરિયાદ કરી હતી. જ્યારે જૂની દીવાલ કરી ત્યાં દરવાજો મુકી ફ્રૂટની દુકાન પણ કરવાની હતી. જે મુદ્દે અનેક વખત રજૂઆત છતા કોઈ પગલાં ન લેવાતા આજે અરજદાર દેવરાજ કોળીએ પૂર્વ ઝોન કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યારબાદ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી એમ.ડી. સાગઠિયાએ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા માટે ખાતરી આપી હતી.