અમદાવાદના ભક્તે મોકલેલી શેરડીનો શણગાર કરતા 3 કલાકથી વધુ સમય લાગ્યો
ખાસ-ખબર સંવાદદાતા
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 16-01-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને શેરડીનો દિવ્ય શણગાર કરાવવામાં આવ્યો છે. આજે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા 7:00 વાગ્યે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો છે. દાદાને કરાયેલાં વિશેષ શણગાર અંગે વાત કરતા સાળંગપુર હનુમાનજી મંદિરના ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “અમદાવાદના એક ભક્ત દ્વારા 200 કિલો શેરડી દાદાના શણગાર માટે મોકલવામાં આવી હતી. દાદાને આ શેરડીનો શણગાર કરતા સંતો અને ભક્તોને 3 કલાકથી વધુનો સમય લાગ્યો છે. દાદાના શણગારમાં રહેલી આ તમામ શેરડી ભક્તોમાં પ્રસાદ તરીકે સાંજે આપવામાં આવશે.”
મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શેરડીનો શણગાર
