આવાસ યોજનાના અધિકારી દ્વારા વકીલોને કરતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં થતા દસ્તાવેજો અને અન્ય કાનૂની પ્રક્રિયાઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના પેનલ એડવોકેટ તરીકે રાજકોટના ઘણા નામાંકિત ધારાશાસ્ત્રીઓ જોડાયેલા હતા અને આ કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માનદ વેતન તરીકે ખૂબ જ ઓછી રકમ આ ધારાશાસ્ત્રીઓને મળતી હતી જેના સંદર્ભમાં ઘણા બધા ધારાશાસ્ત્રીઓની તકલીફોને ધ્યાનમાં રાખી આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના પ્રદેશના સહસંયોજક એવા અનિલભાઈ દેસાઈની આગેવાનીમાં અને અન્ય સિનિયર ધારાશાસ્ત્રી જેવા કે પિયુષભાઈ શાહ, અર્જુનભાઈ પટેલ, દિપકભાઈ મહેતા, રાજભા ઝાલા, ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ ભટ્ટ, શૈલેષ ભટ્ટ, એ. ટી. જાડેજા અને અસંખ્ય ધારાશાસ્ત્રીઓને સાથે રાખી આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે માનનીય મેયર પ્રદીપભાઈ ડવને રજૂઆત કરવામાં આવેલી અને ધારાશાસ્ત્રીઓને મળતી દસ્તાવેજ ફી વધારવા માટે ધારદાર રજૂઆતો થતા મેયર તરફથી આજરોજ સકારાત્મક પ્રતિભાવ મળેલ હતો અને એવી ખાતરી આપવામાં આવેલ હતી કે વધુમાં વધુ માનદ વેતન નક્કી કરી શકાય તેવું મેયર પ્રદીપભાઈ ડવે મ્યુ. કમિશ્નર સાથે ચર્ચા કરી ફી વધરવાની ખાત્રી આપેલ હતી. તેમજ આ સિવાય પણ વકીલોને આવાસ યોજનાના અધિકારીઓ દ્વારા વકીલોને કરતી હેરાનગતિ અંગે રજૂઆત કરતા યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. આ રજૂઆત વખતે રાજકોટના અન્ય ધારાશાસ્ત્રીઓ જયપ્રકાશ ફુલારા, હિમાંશુભાઈ પારેખ, અજયભાઈ જોશી, એન. ડી. ચાવડા, તુષારભાઈ બસલાણી, જેવા અન્ય સિનિયર આગેવાનો આ સફળ રજૂઆતમાં હાજર રહ્યા હતા.