બેંગ્લોર સહિત કર્ણાટકના મહત્વના શહેરોમાં બોમ્બ વિસ્ફોટની એક ઘટનાને નિષ્ફળ બનાવતા બેંગ્લોરની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે પાંચ શંકાસ્પદ આતંકીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી 7 રિવોલ્વર તથા વિસ્ફોટકો મળ્યા હતા. તેમની યોજના બેંગ્લોરમાં વિસ્ફોટક કરવાની હતી.
2017માં આ શંકાસ્પદ આતંકીઓ અન્ય અપરાધમાં જેલમાં હતા તે સમયે કેટલાક આતંકીઓના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પણ આ માર્ગે જવા તૈયાર થયા હતા. ઝડપાયેલા શંકાસ્પદમાં સૈયદ સુહેલ, જાનીદ, મુદસીર, ઉમર અને જાવીદ તરીકે ઓળખ પ્રસ્થાપિત થઈ છે અને તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને એક કારમાં જતા સમયે રોકવામાં આવ્યા હતા અને બાદમાં તેઓ પાસેથી 7 પિસ્તોલ મળ્યા હતા વધુ તપાસમાં વિસ્ફોટ પણ મળ્યા હતા અને તેઓની હવે વધુ તપાસ થઈ રહી છે.
- Advertisement -