વામપંથી ઇતિહાસકારોએ કરેલી અજ્ઞાનની ખેતી નેસતનાબૂદ થશે.
મોદી સરકાર અભ્યાસક્રમમાં આ બદલાવ લાવી પ્રાચીન ભારતના પ્રત્યેક અંગને લોકમાનસમાં પુર્નજીવિત કરશે.
આ દેશમાં લુંટારૂ તરીકે ધસી આવી અહીની પ્રજા પર સદીઓ સુધી જુલ્મો સિતમ ગુજારનાર મોગલ વંશનો ઇતિહાસ ભણાવવામાં ઔચિત્ય શું છે? હુમાયુ બાબર વિગેરે સુલતાનો એક બર્બર સામ્રાજ્યનો હિસ્સો હતા, તેમના આંતરિક સંબંધો અંગેનું જ્ઞાન આપણી હોંશિયારીનું પ્રમાણ કેવી રીતે હોઈ શકે? અને તે હોંશિયારી પર આપણે નોકરી મેળવવાની? આ એક અત્યંત વિચિત્ર ઔચિત્યહીન બાબત છે પરંતુ અફસોસ કે આપણી અનેક પેઢીઓએ અંગ્રેજો અને મોગલો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતનો પોતાનો જાણે કોઈ ઇતિહાસ જ ન હોય તેમ મોગલો અને અંગ્રેજોના કારનામા ગોખી ગોખીને જ પોતાની જીંદગી સંવારવી પડી હતી. ભારતના નાગરિકોના દિલોદિમાગમાં રોપવા મેક્સમુલાર અને વામપંથી ઇતિહાસકારોએ શિક્ષણનો ઢાંચો અને શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં ઘણી મોટી હીન રમત રમી આ તખ્તો તૈયાર કર્યો હતો અને તે મુજબનું શિક્ષણ દાયકાઓ સુધી કોંગ્રેસ રાજમા ચાલતું પણ રહ્યું. ખેર, હવે આ કોંગ્રેસીઓ અને વામપંથીઓના દિવસો પૂરા થઈ ગયા છે અને મોદી સરકાર દેશના શિક્ષણ ક્ષેત્રમાં બહુ મોટા બદલાવ લાવવા જઇ રહી છે.

- Advertisement -
આ પ્રકારે રાષ્ટ્રીય સ્તરે યુજીસી’એ ઇઅ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આ નવા અભ્યાસક્રમમાં મોગલો પર બહુ ઓછું અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ પર વધુ લક્ષ્ય આપવામાં આવશે અને ભારતના વેદિક યુગની મહાન પરંપરાઓનું વિદ્યાર્થીઓને ભાન કરાવવામાં આવશે. છેલ્લા કેટલાક સમય દરમિયાન અનેક વર્ગના લોકો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કરી યુજીસી એ આ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અપેક્ષિત રીતે જ કેટલાક ખાસ વર્ગના લોકોએ આ હિલચાલનો ભારે વિરોધ કર્યો છે પરંતુ સરકાર પોતાના ઇરાદામાં મક્કમ છે. વાસ્તવમાં અગાઉ જે બહુ મોટી ભૂલ થઈ છે તે થવી જ નહોતી જોઈતી. મોગલ સામ્રાજ્યની કહાનીઓની આવી બોલબાલાના કારણે આ દેશની પ્રજા આ જ દેશના વિજયનગરની તવારીખ બાબતે ભાગ્યે જ કાંઈક જાણે છે.
અત્યાર સુધીના અભ્યાસક્રમોમાં આ આક્રમણખોરોનો એટલો મહિમા ગાવામાં આવ્યો છે કે દેશની પ્રજા આપણી પોતાની સાંસ્કૃતિક ભવ્યતાથી એટલી વિમુખ થઇ આપણા દેશ પરત્વે અભાવ સેવતી થઈ ગઈ છે.
- Advertisement -

નવા અભ્યાસક્રમની ખાસ બાબત એ છે કે તેમાં The idea of Bharat શીર્ષકથી એક વિશેષ પેપર છે જે સહુ પહેલા ભણાવવામાં આવશે. આ પેપરમાં સનાતન ધર્મ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, વૈદિક ઇતિહાસ અને પ્રાચીન ભારતીય સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમાં ભારતવર્ષની સમજ, આપણી શાશ્વતતા, સમય અંગેના ભારતીય ચિંતન, વેદ વેદાંગ ઉપનિષદ મહાકાવ્યો જૈન અને બૌદ્ધ સાહિત્ય શ્રુતી અને સ્મૃતી પુરાણ વિગેરે પર પ્રકાશ પાડી એક પ્રજા તરીકેની આપણી ઉચાઈથી વિદ્યાર્થીને અવગત કરાવવામાં આવશે.
તેના બીજા વિભાગમાં ભારતીય ધર્મો, ભારતીય દર્શન અને આપણી વસુધૈવ કુટુમ્બકમ ભાવનાથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવામાં આવશે. વળી તેમને પ્રાચીન ભારતની આ વસુધૈવ કુટુમ્બકમ અવધાર્ણનો માણસના વિચારો, તેના અભિગમ, પરિવાર સમાજ દેશ અને સમસ્ત વિશ્વ સાથેના તેના સંબંધો પર શું પ્રભાવ પડે છે તે બાબતથી જાગૃત કરવામાં આવશે. તે સાથે જ તેમને રાજનીતિ, શાસન, જનપદ અને ગ્રામીણ સ્વરાજના ખ્યાલથી પરિચિત કરાવવામાં આવશે.
ધ આઈડિયા ઓફ ભારતનું બીજું પેપર ભારતના વિજ્ઞાન, પર્યાવરણ સંબંધિત ચિંતન અને આપણા ચિકિત્સા વિજ્ઞાન પર આધારિત છે. તેમાં પ્રાચીન ભારતની પ્રાકૃતિક ચિકિત્સા, સંરક્ષણ, અંક પ્રણાલી અને આપણા વૈદિક ગણિતની મહત્તા અને અનન્યતા બાબતે વિદ્યાર્થીને સમજ આપવામાં આવશે. આ અભ્યાસક્રમો એક બીજી અતી મહત્વની વાત એ છે કે, વામપંથી ઇતિહાસકારોએ, આર્યો આ દેશમાં “ઘૂસણખોરો” હતા તેવી જે એક થિયરી વિકસાવી લોકોના મગજમાં ઠસાવી છે તેનું તર્કબદ્ધ અને તથ્યાપૂણે રીતે ખંડન કરી આ પ્રજાની સચ્ચાઈને પ્રથમ વખત જાહેરમાં અધિકૃત રીતે ઉજાગર કરવામાં આવી છે. વળી તેમાં Indus valley civilisation જેવું નામ દૂર કરી તેને “સિંધુ સરસ્વતી સભ્યતા” જેવું ન્યાયિક નામ આપવામાં આવ્યું છે. આ બદલાવ ખરેખર જ ભારતવર્ષના વાસ્તવિક ભૌગોલિક વિસ્તારનું નિવેદન આપે છે.
નવા અભ્યાસક્રમમાં સિંધુ સરસ્વતી સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચેના સંબંધોને સ્પષ્ટ કરવામાં આવશે. તેમાં સિંધુ સરસ્વતી સભ્યતની વિશેષતાઓ, તેની નિરંતરતા તેના પતન તેમજ તેના પતનના કારણે ઊભી થયેલી સ્થિતિનું વિવરણ રજૂ કરવામાં આવશે.
તેમાં ભારત પર મુસ્લિમ શાસનના કુપ્રભાવ અને વિજયનગર વિરાસત પર વિસ્તૃત ચર્ચા છે.
આમ ઘણા સમય પહેલા કોંગ્રેસ શાસને જ્ઞાનના નામે વાવેલા અજ્ઞાનના બીજની જગ્યાએ મોદી સરકાર આ મહાન દેશની વિરાસત આપણા ભવિષ્ય ભૂતકાળની સચ્ચાઈ બાબતે પ્રથમ વખત અધિકૃત રીતે સાચા જ્ઞાનના બીજ વાવી રહી છે! આ એક શરૂઆત છે અને તેને શૈક્ષણિક ઢાંચાના દરેક સ્તરે લઈ જવામાં આવશે!


