એક અઠવાડિયાથી પાણી અને જમવાના પ્રશ્નને લઈ મોડી રાતે 300થી વધુ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો.
ખાસ ખબર સંવાદ દાતા
- Advertisement -
રાજકોટ શહેરમાં આવેલ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મોડીરાત્રે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જઈને હલ્લાબોલ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી હોસ્ટેલમાં પાણી અને જમવાના પ્રશ્નને લઈને નિરાકરણ નહીં આવતા આખરે વિદ્યાર્થીનીઓએ કેમ્પસમાં જઈ હલ્લાબોલ કર્યો છે.

હોસ્ટેલમાં વાપરવાના પાણી અંગે તેમજ જમવાની વ્યવસ્થા અંગે એટલે કે જમવાનું ઘટે તો પાણી નાખવું, કાચુ જમવાનું આપવું, જમવામાં ઈયળ નીકળવાની પણ વિદ્યાર્થીનીઓએ અગાઉ ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ પગલા ન ભરતા ન છુટકે 300 થી વધુ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આવી હલ્લાબોલ કર્યો છે. મહત્વનું છે કે આ બાબતે વિદ્યાર્થીનીઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂકી છે તેમ છતાં સમસ્યાનો કોઈ નિવેળો નહીં નીકળતા આખરે કેમ્પસમાં જઈ હલ્લાબોલ કર્યો હતો.



