ગીર સોમનાથના આજોઠા કન્યા શાળા વિદ્યાર્થીનીઓએ પ્રી-વોકેશનલ ટ્રેનીંગ અંતર્ગત કલેકટર કચેરી, ઈણાજ સહિતની વિવિધ વિભાગો કચેરીઓ અને કોલેજની મુલાકાત લીધી હતી. જેમાં વેરાવળ તાલુકાની આજોઠા કન્યા શાળાની ધોરણ-6 થી 8 ની 70 વિદ્યાર્થીનીઓએ પ્રી-વોકેશનલ ટ્રેનીંગ અંતર્ગત સોમનાથ મંદિર, એસ.પી કચેરી નેત્રમ શાખા, કલેક્ટર કચેરી – ચૂંટણી શાખા, હોમ શાખા, પુરવઠા શાખા,જમીન શાખા સહિતની શાખાઓની મુલાકાત લીધી હતી. તેઓએ જિલ્લા મુખ્ય ન્યાયાલય અને ફિશરીઝ કોલેજ વેરાવળની એક્ષ્પોઝર મુલાકાત લઇ માહિતી મેળવી હતી. વિવિધ વિભાગો દ્વારા થતી અલગ-અલગ કામગીરી વિશે જાણકારી મેળવી હતી અને સરકારની કામગીરીથી માહિતગાર થયા હતા.
ગીર સોમનાથ કલેક્ટર કચેરીની આજોઠા કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ મુલાકાત લીધી
Follow US
Find US on Social Medias