ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે ભારતે સ્પેસ એટલે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભરેલી હરણફાળને દર્શાવતી સ્પેસ પ્રદર્શનને ઈસરોના અમદાવાદ ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ સ્પેસ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ રસપૂર્વક ઈસરોએ અવકાશમાં છોડેલા ઉપગ્રહ, રોકેટ વગેરેના મોડેલ્સ નિહાળ્યા હતા. વિજ્ઞાનના સિદ્ધાંતો રહસ્યો જાણી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ હતી. ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં છોડેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ આ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. જે નિહાળી વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન વિશે જિજ્ઞાસા પેદા કરી હતી જયારે આ પ્રદર્શન 5 નવેમ્બરનાં જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.