નિ:શુલ્ક છાત્રાલયમાં રહેવાના નામે વર્ષે 12,000 ઉઘરાવી દાનની પહોંચ પધરાવી દેવામાં આવે છે
સવારનો નાસ્તો અપાતો નથી, જમવામાં રોજ બટેટાનું શાક-કાચી રોટલીથી વિદ્યાર્થીઓ ત્રસ્ત
લેપટોપના ઉપયોગ પર પ્રતિબંધ, પકડાય તો દંડ, રૂમમાં ચાર્જિગની પણ કોઇ વ્યવસ્થા નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ સિતારામ છાત્રાલયની અંદર વધુ પડતા બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા માટે છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યુ હતું પરંતુ તેવી કોઇ સુવિધા ન મળતા આ અંગે સંમેલનની જરૂરીયાત ઉભી થઇ હતી. આ છાત્રાલયમાં ઘરના નિયમો બનાવી વિધાર્થીઓને હેરાન-પરેશાન કરવામાં આવે છે, જેવા કે, લેપટોપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ અને જો લેપટોપ પકડાઇ તો ટ્રસ્ટી દ્વારા લેપટોપની કિંમતનો દંડ વસુલવામાં આવે છે. તેમજ આજના આધુનિક યુગમાં મોબાઇલ જીવન જરૂરીયાત છે છતા તેને ચાર્જીંગ કરવા પણ રૂમમાં કોઇ વ્યવસ્થા નથી. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને સવારની સ્કુલ કોલેજ હોય તેના માટે સવારમાં કોઇ ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા નથી તેમજ બપોરે તથા સાંજે જમવામાં એક જ બટેટાનું શાક અને કાચી-પાકી રોટલી આપવામાં આવે છે. જો ફરીયાદ કરવામાં આવે તો બહાર જમવાની સુચના આપવામાં આવે છે. હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ વાર્ષિક રૂા.12,000/- વસુલવા છતા કોઇ જાતની સુવિધા આપવામાં આવતી નથી. સિતારામ છાત્રાલયની અંદર રૂમમાં માત્ર ટયુબલાઇટ અને પંખાની વ્યવસ્થા કરી આપી હોય છાત્રાલયના કોઇપણ ઉપકરણ બગડે તો સ્વખર્ચે વિદ્યાર્થીઓને કરવાનું રહે છે. હાલના રૂમ અને સંડાસ-બાથરૂમ જે 45 વર્ષ પહેલા બનેલા હતા અને તેને આજદિન સુધી રીનોવેશન કર્યા નથી આવી અનેક અસુવિધાનો સમાજના વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે.



