ગોંડલના ગુંદાળા ગામનો 21 વર્ષીય બ્રિજેશ સોલંકી તેના મિત્ર સાથે રાજકોટથી દ્વારકા જવા માટે નીકળ્યો ત્યારે દુર્ઘટના સર્જાઈ: અરેરાટી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એસ.ટી.બસપોર્ટ લોહીયાળ બનતું જઈ રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે બસપોર્ટ પાસે બે બસની વચ્ચે ગોંડલના ગુદાળા ગામનો બ્રિજેશ સોલંકી, નામનો વિદ્યાર્થી ચગદાઈ જતા તેનુ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ગુંદાળા ગામનો બ્રિજેશ સોલંકી (ઉ.વ.23) નામનો વિદ્યાર્થી તેના મીત્ર સાથે દ્વારકા જવા માટે વ્હેલી સવારે નિકળ્યો હતો.બાદમાં બંન્ને યુવાનો રાજકોટ બસ-સ્ટેન્ડે પહોંચ્યા હતો.જે બાદ બંન્ને બસ-સ્ટેન્ડ બહાર નિકળતા હતો.
ત્યારે ત્યાંથી પસાર થતી પાલીતાણા જામનગર અને જૂનાગઢ રાજકોટ બસ પુરપાટ આવી રહી હતી. ત્યારે બંન્ને બસની વચ્ચેથી યુવાન પસાર થઈ રોડ ક્રોસ કરવા જતો હતો ત્યારે બંન્ને બસની વચ્ચે ચગદાઈ જતાં રોડભર લોડીની નહી વ્હેવા લાગી હતી.બનાવના સ્થળે લોકોમાં ટોળા એકઠા થઈ ગયા હતો. બનાવ અંગે 108ને જાણ કરાતાં 108ની ટીમ દોડી આવી હતી.અને યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.માં ખસેડી બસ ચાલક ચાલે ગુનો નોંધવા તજવિજહાથ ધરી બનાવ અંગે મૃતકના પરીવારને જાણ કરવા તજવિજ હાથ ધરી હતી.