શેરબજારમાં આજે એટલે કે 12મી સપ્ટેમ્બરે તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે તો નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.
આજે ગુરુવારે શેરબજારની શાનદાર શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. સાથે જ બેન્ક નિફ્ટીમાં પણ 150થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 407 પોઈન્ટના ઉછાળા સાથે 81930 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે NSEના 50 શેરોના બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટીએ ગુરુવારે 141 પોઈન્ટના ઉછાળા સાથે 25,059 ના સ્તર પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
- Advertisement -
શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50ના 41 શેરમાં તેજી જોવા મળી હતી. તેમાંથી ટાટા સ્ટીલ 2.79 ટકાના વધારા સાથે ટોપ ગેનર છે. તે જ સમયે, હિન્દાલ્કોમાં 2.70 ટકાનો વધારો થયો છે. શ્રીરામ ફાઇનાન્સમાં પણ 2.29%નો વધારો થયો છે. ONGC પણ આજે 1.59% વધીને ટ્રેડ કરી રહ્યું છે. એરટેલમાં પણ દોઢ ટકાથી વધુનો ઉછાળો છે.
ગઈકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 398 પોઈન્ટના ઘટાડા સાથે 81,523 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 122 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,918ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટયા હતા અને 10 વધ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 34માં ઘટાડો અને 16માં તેજી હતી.
- Advertisement -