PIએમ.ડી.ગઢવી તથા ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેર પોલીસ દ્વારા નવરાત્રીનો તહેવાર લોકો ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી,પારેવડી ચોક, જામનગર બાયપાસ પાસે ટ્રાફિક યોજાય હતી. વિગતો મુજબ નવરાત્રિના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ તકેદારીના ભાગ રૂપે ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશના પગલે કડક ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ત્યારે જેમાં શહેર પોલીસ દ્વારા દારૂ ઢીચીને નીકળેલા લોકોને પકડી પાડવા માટે બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ માં PI ગઢવી, PSI ચારણ, PSI બોદાર તેમજ ટ્રાફિક બ્રિગેડ સહિત ના દ્વાર ચેકિંગ હાથ ધરાયું હતુ.