ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં ફાયર સેફટી ન ધરાવનાર શાળા સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારીને કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 17 જેટલી શાળાઓ ફાયર એનઓસી નહીં ધરાવતી હોવાથી ખુલાસા માંગવામાં આવ્યા છે. આ શાળાઓમાં 6 ગ્રાન્ટેડ શાળા અને 11 સ્વનિર્ભર શાળાને રૂબરૂ બોલાવી ખુલાસા માંગવામાં આવ્યા છે. અગાઉ ત્રણ વખત નોટિસ આપવા છતાં શાળા દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ 17 જેટલી શાળાઓને ફાયર સેફટી સુવિધા ન હોવા બદલ ફરી એક આખરી નોટિસ ફટકારી છે. અગાઉ ત્રણ ત્રણ નોટિસ ફટકારી હોવા છતાં 17 શાળાઓ આ નોટિસને ઘોળીને પી ગઈ હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ આવી 17 શાળાઓ સામે લાલ આંખ કરી છે અને આ 17 શાળાઓને ત્રણ ત્રણ વખત નોટિસ ફટકારી હોવા છતાં કેમ ફાયર સેફટીની સુવિધાઓ વસાવી નહિ તેના ખુલાસો માંગવા રૂબરૂ તેંડુ મોકલ્યું છે અને રૂબરૂ જિલ્લા શિક્ષણાધિકારી આ શાળાના સંચાલકોને ખુલાસા પૂછશે એમાં યોગ્ય ઉત્તર નહિ મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પરિપત્રમાં સ્પષ્ટ સંકેત મળ્યો છે. આ 17 શાળાઓ સામે કડક કાર્યવાહીની તલવાર લટકી રહી છે.
- Advertisement -
ફાયર સેફટીનો ઉલાળીયો કરનાર શાળાઓ
ભક્તિ શૈક્ષણિક સંકુલ આમરણ
ઉમા ક્ધયા વિદ્યાલય, હળવદ
રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી વિદ્યાલય, હળવદ
નકલંક વિદ્યાપીઠ, સુખપર, હળવદ
અજંતા વિદ્યાલય, મોરબી
નવોદય વિદ્યાલય, ઘુંટુ, મોરબી
સમજુબા વિદ્યાલય, નાની વાવડી, મોરબી
સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગેજી માધ્યમ), પીપળીયા, માળિયા(મી)
સત્ય સાંઈ વિદ્યામંદિર, પીપળીયા, માળિયા(મી)
સંકલ્પ માધ્યમિક વિદ્યાલય, નાની વાવડી, મોરબી
જ્ઞાનદીપ વિદ્યાલય હડમતીયા, ટંકારા
જી.પી. હાઈસ્કુલ પીપળીયારાજ, વાંકાનેર
13 જૂના ઘાંટીલા હાઇસ્કુલ, ઘાંટીલા, માળિયા(મી)
એમ.જી.ઉ.બી. માધ્યમિક વિદ્યાલય જોધપર નદી, મોરબી
સી.એમ.જે હાઇસ્કુલ જેતપર, મોરબી
મહર્ષિ દયાનંદ વિદ્યાલય, ટંકારા
બી.જે.કણસાગરા હાઈસ્કુલ, નસીતપર, ટંકારા