ઠાકર અને જલારામ વડાપાઉંને ત્યાંથી દાઝીયું તેલ મળી આવ્યું
ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં કુલ 31 કિ.ગ્રા. અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો
- Advertisement -
શ્રી ગણેશ – મારૂતિ ઘુઘરાને ત્યાં અખાદ્ય ચટણીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો
બાલાજી નાસ્તા ગૃહ, શિવશક્તિ પાઉંભાજી, બજરંગ રેસ્ટોરન્ટ, ભક્તિ રેસ્ટોરન્ટ, મારુતિ ગાંઠિયા રથ સહિત જલારામ વડાપાઉંની ચકાસણી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના રાજનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના તેમજ અખાદ્ય જણાયેલા કુલ 31 કિ.ગ્રા.નો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આજરોજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી. જે દરમિયાન ઠાકર વડાપાઉંને ત્યાં દાજીયા તેલનો 10 કિ.ગ્રા. જથ્થો અને જલારામ વડાપાઉંને ત્યાં દાજીયા તેલનો 9 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો તથા લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી. તો બીજીબાજુ શિવાંશી પાણીપુરીને ત્યાં વાસી બટેટાનો માવો, પાણીપુરીનું પાણીનો 3 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો તથા હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ, શ્રી ગણેશ ઘુઘરાને ત્યાં ચટણીનો 3 કિ.ગ્રા. જથ્થો નાશ, કિસ્મત એગ્ઝ સેન્ટર અખાદ્ય જણાયેલ બ્રેડનો 3 કિ.ગ્રા. જથ્થા નાશ કરવામાં આવ્યો તથા લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ, મારુતિ ઘુઘરાને ત્યાં અખાદ્ય ચટણીનો 2 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો, કિસ્મત એગ્ઝમાં અખાદ્ય જણાયેલ બ્રેડનો 1 કિ.ગ્રા. જથ્થો નાશ કરાયો. દેવેન રેસ્ટોરન્ટને લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ, જય રામદેવ ઘુઘરા અને પટેલ વડાપાઉંને લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તથા જય હો સરદાર, જય હો કાઠિયાવાડી, બાલાજી પાઉંભાજી, ન્યુ સંતોષ ભેળ, લવક્ષ ઓમ ઢોસા, ઢોસા બાઈટ, શ્રીનાથજી ગાંઠીયા, પિઝા સ્ટુડિયો, બાલાજી નાસ્તા ગૃહ, શિવશક્તિ પાઉંભાજી, બજરંગ રેસ્ટોરન્ટ, ભક્તિ રેસ્ટોરન્ટ, મારુતિ ગાંઠી રથ, જલારામ વડાપાઉંની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીવાલે છોલે ભટુરે અને રઘુનાથ ટ્રેડર્સને ત્યાં નમુના લેવામાં આવ્યા હતા.