મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં તોફાની વરસાદને લીધે મહાકાલ લોકમાં સ્થાપિત સપ્ત ઋષિઓની 7માંથી 6 મૂર્તિઓ તૂટી ગઈ છે. ઓક્ટોબર 2022માં PM મોદીએ પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું.
ઉજ્જૈનમાં રવિવાર સાંજે એકાએક વાતાવરણમાં પલટા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. આશરે અડધો કલાક સુધી વરસેલા વરસાદે મધ્યપ્રદેશમાં તબાહી મચાવી દીધી હતી. ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકમાં બનેલી સપ્તઋષિઓની 7 મૂર્તિઓમાંથી 6 મૂર્તિઓ પડી જતાં તૂટી ગઈ છે. જમીન પર પડવાને લીધે આ મૂર્તિઓનાં હાથ-પગ તૂટ્યાં છે. સદનસીબે શ્રદ્ધાળુઓને કોઈ નુક્સાન પહોંચ્યું નથી.
- Advertisement -
Madhya Pradesh: Six idols of the Saptarishis damaged due to strong wind in Ujjain's Mahakal Lok Temple
Today at around 3 am, there was a very strong storm, due to which some idols of Saptarishis have fallen down. The work to fix them is going on. Everything will be fixed in 2… pic.twitter.com/Uuh7uS1Nsz
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 28, 2023
- Advertisement -
કલેક્ટરે તાત્કાલિક લીધો એક્શન
પ્રધાનમંત્રી મોદીએ 11 ઓક્ટોબર 2022નાં રોજ મહાકાલેશ્વર મંદિરનાં પરિસરમાં મહાકાલ લોકનું લોકાપર્ણ કર્યું હતું. વિદેશથી શ્રદ્ધાળુઓ અહીં ખાસ દર્શન કરવા માટે આવતાં હોય છે. આ દુર્ઘટના બન્યા બાદ જિલ્લા કલેક્ટર કુમાર પુરુષોતમ ઘટના સ્થળ પર પહોંચ્યાં હતાં અને મૂર્તિઓને પુન: સ્થાપિત કરવાનાં આદેશો આપ્યાં હતાં. કલેક્ટરે જણાવ્યું કે કોરિડોરમાં કુલ 160 મૂર્તિઓ છે જેમાંથી સપ્તઋષિની 6 મૂર્તિઓ સાંજે 4 વાગ્યા આસપાસ તેજ હવાઓને લીધે પડી જતાં ક્ષતિગ્રસ્ત થઈ છે. તેમણે કહ્યું કે કોરિડોરની દેખરેખની જવાબદારી 5 વર્ષ સુધી તેને બનાવનારી કંપનીની પાસે છે તેથી મૂર્તિઓને ફરીથી સ્થાપિત કરવામાં આવશે.
Idols were damaged amidst heavy rains and wind in #Mahakallok in #Ujjain. #Mahakaleshwar pic.twitter.com/O6t9PaG1gD
— Antriksh Kar Singh (@AntrikshKS) May 28, 2023
પ્રોજેક્ટ માટે કુલ 856 કરોડ રૂપિયાની ફાળવણી
ગતવર્ષે ઓક્ટોબરમાં PM મોદીએ મહાકાલ લોક કોરિડોર પ્રોજેક્ટનાં પ્રથમ ચરણનું ઉદ્ગાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે કુલ 856 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી આશરે 351 કરોડ રૂપિયા અત્યારસુધી ખર્ચ થઈ ગયાં છે.10થી 25 ફુટ ઊંચી આ મૂર્તિઓ લાલ પત્થર અને ફાઈબર રેનફોર્સ પ્લાસ્ટિકની બનેલી હતી. તેના પર ગુજરાતનાં એમ.પી. બાબરિયા ફર્મ સાથે સંકળાયેલા ગુજરાત , ઓડિશા અને રાજસ્થાનનાં કલાકારોની પણ કારીગરી હતી. નવાઈની વાત તો એ છે કે આ તૂફાની વરસાદનાં ઝાપટાંએ 6 ખાસ મૂર્તિઓને સરળતાથી નુક્સાન પહોંચાડી દીધું છે. જેના કારણે ગુણવત્તાહીન બાંધકામ હોય તેવી આશંકા દેખાઈ રહી છે.