વરસાદની સિઝનમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ બની જાય છે ખાસ કરીને જ્યારે તમે મોટાભાગે કામ માટે બહાર હોવ છો, તેથી આજે અમે તમારા સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવવા અને પાણી પડ્યા પછી તેને ઠીક કરવાની રીત વિશે જણાવી રહ્યા છે.
જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે.
- Advertisement -
જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં સ્માર્ટફોનમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકો છો અને તે પણ કોઈ રિપેર શોપ પર ગયા વગર.
જો સ્માર્ટફોનમાં થોડું પાણી ગયું હોય. તો તમે તેને થોડા સમય માટે એર કંડિશનર રૂમમાં મુકી શકો છો. AC રૂમનો ભેજ ખેંચે છે અને જે પાણી સ્માર્ટફોનમાં ગયું છે તે થોડી મિનિટોમાં બહાર નીકળી જાય છે.
- Advertisement -
ચોખાનો ઉપયોગ
કદાચ તમારામાંથી કેટલાક ચોખાના ઉપયોગ વિશે જાણતા જ હશે. જ્યારે સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખવો પડશે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો. આ ટ્રીકથી સ્માર્ટફોનમાં ગયેલું પાણી ઉડી જશે.
આ એપનો કરો ઉપયોગ
જો તમારા સ્માર્ટફોનની અંદર પાણી જતું રહ્યું છે તો તમારે પ્લે સ્ટોર પરથી બ્લોઅર એપ ડાઉનલોડ કરવી પડશે. હકીકતમાં આ એપનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી જોરથી અવાજ આવે છે અને સ્પીકરમાં ગયેલું પાણી આપોઆપ બહાર આવી જાય છે.
મોટાભાગના લોકો આ પદ્ધતિ વિશે જાણતા નથી. જો તમે આ પદ્ધતિ વિશે વધુ જાણતા નથી, તો તમે સ્માર્ટફોનમાં પાણી ભરાવવાના કિસ્સામાં આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનને પાણીના નુકસાનથી બચાવી શકો છો જેથી તમને લાંબા સમય સુધી નુકસાન ન થાય.
તમારા સ્માર્ટફોનને આ રીતે વરસાદથી સુરક્ષિત રાખો
-તમે ઝિપ લોક કવરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને પાણીથી બચાવી શકો છો.
-સ્માર્ટફોન પર ખાસ લેમિનેશન દ્વારા તેને વોટરપ્રૂફ પણ રાખી શકાય છે.
-આજકાલ બજારમાં ગ્લાસ કવર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવે છે.
-સિલિકોન કવર સ્માર્ટફોનના સંવેદનશીલ ભાગોને પાણીથી બચાવવામાં અસરકારક છે અને તે ખૂબ જ સસ્તા પણ છે.
-આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બેગ્સ પણ ઉપલબ્ધ છે જે આઉટિંગ દરમિયાન સ્માર્ટફોનને પાણીથી સુરક્ષિત રાખે છે.