ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં એક તરફ મહાશિવરાત્રી પર્વ નિમિતે શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તર્ડ સદર બજારમાં મુસ્લિમ અગ્રણીના ઘર પર પથ્થરમારો થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.રાજકોટની સદર બજારમાં રહેતા મુસ્લિમ અગ્રણી હબીબભાઇ કટારીયાના ઘર ઉપર સવારે પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા પ્રનગર એલસીબી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો હબીબભાઇ કટારીયાની પૂછતાંછ કરતા પથ્થરમારો કરનાર શખ્સ રાજા પઠાણ હોવાનું જાણવા મળ્યું છે તેણે ક્યા કારણોસર હુમલો કાર્યો તે જાણવા મળ્યું નથી પોલીસે ગુનો નોંધવા તેમજ આરોપીને દબોચી લેવા તપાસ હાથ ધરી છે આ પથ્થરમારામાં સદ નશીબે કોઈ જાનહાની થઇ ન હતી.



