મોડીરાત્રે બબાલ: વાહનોમાં તોડફોડ – આગચંપી: 1000 થી વધુ સુરક્ષા જવાનો ખડકી દેવાયા: ડ્રોન મારફત કોમ્બીંગ: ત્રણ જુદા જુદા ગુન્હા દાખલ
તોફાનીઓએ બાળકોને ઉશ્કેરીને પથ્થરમારો કરાવ્યો: 27 ની ધરપકડ
- Advertisement -
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં.
ત્યાર બાદ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગુજરાતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ચલાવી લેવામાં નહી આવે: હર્ષ સંઘવી
- Advertisement -
આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાના પ્રયત્નોને ચલાવી લેવામાં આવે નહી. સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલાં તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. કેટલાક લોકોએ તાળા મારી લીધા હતા પરંતુ પોલીસે તાળા તોડીને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મરશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેમના વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. મેં ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે આખો દિવસમાં સુરતમાં જ રહીશ. બપોર બાદ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપીશ.
સૂર્યોદય પહેલાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે: હર્ષ સંઘવી
હર્ષ સંઘવી વહેલી સવારે 4:20 વાગે એક્સ પર લખ્યું ‘સુરત શહેરમાં ગણેશ પંડાલ પથ્થરબાજીની ઘટના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં સૂર્યોદય પહેલાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલની મદદ વડે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. કોમ્બિંગ હજુ પણ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં નહી આવે. મહેરબાની કરીને ખોટા મેસેજથી સાવધાન રહો. હું અને મારી ટીમ ઘટનાસ્થળે હાજર છીએ. જય ગણેશ!’
સૂર્ય ઉગે તે પહેલાં અમે 27 પથ્થરબાજોને પકડી લીધા : હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ સવારે સાડા 6 વાગે પોતાનો વાયદો પૂરો કરતાં જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ‘ જેમ કે મેં વાયદો કર્યો હતો કે સૂર્ય ઉગે તે પહેલાં તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. અમે 27 પથ્થરબાજોને પકડી લીધા છે. સીસીટીવી, વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય ટેક્નોલોજીથી નજર રાખવામાં આવી રહી છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોની ઓળખ કરવામાં અને તેમને સજા અપાવવામાં આખી રાત કામ કરી રહી હતી અને હજુ પણ ચાલુ છે. જય ગણેશ.’
આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બાપ્પાની આરતી કરાઈ
સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર હાલ પોલીસ કર્મીઓ અને વ્રજ ગાડી તહેનાત છે અને શાંતિપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના થઈ હતી. પૂજા અર્ચનામાં પોલીસકર્મીઓ પણ સામેલ થયા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ ઘટના થઈ રહી હતી. પરંતુ આ વખતે લોકોમાં રોષ છે.
વહેલી સવારે આરતી કરતો વીડિયો શેર કર્યો
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારે ગણપતિની આરતી કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકો સાથે મળીને, મેં તે ગણેશ પંડાલમાં ગણેશજીની આરતી અને પૂજા કરી, જ્યાં પથ્થરમારો થયો હતો.