મોટાની બાબતે ત્રણ નિર્દોષ બાળકો ઈજાગ્રસ્ત થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
પાટડીના વિરમગામ રોડ શંકરપરા ગેટની સામે આવેલ દેવીપુજક વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઓચિંતો પથ્થરમારો થયો હતો. પથ્થરમારો થતા અફરાતફરી મચી જવા પામી હતી. પથ્થરમારામા છને ઈજા પહોંચી હતી. જેમાં એક હોઠના ભાગે, બીજાને છાતીના ભાગે અને બે બાળકોને માથાના ભાગે ઈજા થતાં 108 ને જાણ કરવામાં આવી હતી.
- Advertisement -
ઇજાગ્રસ્તને 108 મારફતે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યારે બીજા પક્ષે પણ એક વૃદ્ધાને પગમાં અને એક બાળકને ગાલ પર ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. થોડા દિવસો પહેલા આજ રીતે બોલા ચાલી થઈ હતી ત્યાં ફરી ઘટના બનવા પામી હતી બનાવ બાદ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પાટડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



