ગયા અઠવાડિયે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. આજે માર્કેટના આ ઘટાડાને બ્રેક લાગી છે અને શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે.
છેલ્લા થોડા દિવસોથી શેરમાર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આ કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં હતા. જો કે દિવાળીના આ અઠવાડિયામાં શેરમાર્કેટમાં રોનક પરત ફરી છે. આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારનું મજબૂત ઓપનિંગ થયું હતું.
- Advertisement -
સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સ 251 અંકના ઉછાળા સાથે તો નિફ્ટી 70 પોઈન્ટ વધીને 24251 પર ખૂલ્યો છે. થોડા સમયમાં સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે 79,864 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 80 પોઈન્ટથી વધુ વધીને 24,292ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ, ઈન્ડસઈન્ડ બેંકમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. JSW સ્ટીલ, LT, ITC, પાવર ગ્રીડ અને ટેક મહિન્દ્રા ઘટ્યા હતા.
આ તરફ નિફ્ટીમાં શ્રીરામ ફાઇનાન્સ, ICICI બેંક, SBI, BPCL, હિન્દાલ્કોમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે કોલ ઈન્ડિયા, ઓએનજીસી, અપોલો હોસ્પિટલ, ટ્રેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં શુક્રવારે સેન્સેક્સ 662.87 પોઈન્ટ્સ અથવા 0.83 ટકા ઘટીને 79,402.29 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 218.60 પોઈન્ટ્સ અથવા 0.9 ટકા ઘટીને 24,180.80 પર બંધ થયો હતો.
- Advertisement -