આજે બુધવાર પણ શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે. મંગળવારની સુસ્તી બાદ આજે શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 180 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. BSE સેન્સેક્સ 709.94 પોઈન્ટ ઘટીને 81,845.50 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 189.90 (-0.75%) ઘટીને 189.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ બેન્ક નિફ્ટીમાં લગભગ 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપમાં લગભગ 500 પોઈન્ટનું નુકસાન જોવા મળ્યું છે.
- Advertisement -
મંગળવારે સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01 ટકાના મામૂલી ઘટાડા સાથે 82,555.44 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સતત 14માં દિવસે તેજીમાં રહ્યો હતો અને 1.15 પોઈન્ટના મામૂલી વધારા સાથે 25,279.85 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પર, BPCL, એશિયન પેઇન્ટ્સ અને સન ફાર્મા સિવાય, તમામ શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને સૌથી વધુ ઘટાડો ONGC, હિન્દાલ્કો, વિપ્રો, LTIM, ઈન્ફોસિસમાં જોવા મળ્યો હતો.
વિદેશી બજારોમાં પણ હડકંપ મચ્યું હતું
સોમવારે લેબર ડેની રજા બાદ મંગળવારે અમેરિકન બજારો ખુલ્યા ત્યારે અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નેસ્ડેક 3 ટકા સુધી ઘટ્યા હતા. જ્યારે S&P500 ના મોટા ભાગના સેક્ટર રેડ ઝોનમાં દેખાયા હતા. તેની સીધી અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને જાપાનનો નિક્કેઈ પણ 3 ટકા તૂટ્યો હતો. અમેરિકન માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. ચીપ નિર્માતા Nvidia (NVIDIA શેર) ના શેર સૌથી વધુ 10 ટકા ઘટ્યા હતા.