લોકો સ્ટેટસ અન્યને આકર્ષવા, અન્યને સંભળાવવા તથા જલન કરવા પણ મૂકતા હોય છે : મનોવિજ્ઞાન ભવનનો સરવે
ખાસ-ખબર સંવાદદાતા
આજના આધુનિક યુગમાં વ્યક્તિએ મોબાઈલ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ તરફ દોરાયો છે. તેના કારણે વ્યક્તિની આસપાસ ઘણા સભ્યો અથવા વ્યક્તિઓ હોવા છતાં પણ તે એકલતા અનુભવે છે વધુ પડતા મોબાઈલ ફોનના ઉપયોગ કરવાથી વ્યક્તિમાં સમાયોજન કરવાની અથવા સંવેદન સાધવામાં તકલીફ અનુભવાય છે. વધારે પડતો સમય મોબાઇલ ફોન પર પસાર કરવાના કારણે તેનામાં વ્યવહારિક જ્ઞાનની પણ ઉણપ જોવા મળે છે. આજના યુગમાં દરેક નાના બાળકો લઈને મોટા વ્યક્તિ પાસે મોબાઇલ છે. તેના કારણે દરેક વ્યક્તિ પોતાની પર્સનલ લાઇફમાં જ રહે છે અને પોતાના જ પરિવારના સભ્યો કે મિત્રો સાથે સમય પસાર કરતા નથી તેના કારણે તેઓ ખૂબ જ એકલતાનો અનુભવ કરે છે. તેઓ પોતાની લાગણીઓને શેર કરી શકતા નથી અથવા તેઓ કેવી રીતે વ્યક્તિની સમક્ષ પોતાની લાગણીઓ અથવા સમક્ષ સમસ્યાઓને વ્યક્ત કરવી તે તેઓને સમજાતું નથી. માટે જ તેઓ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં અડચણ અનુભવે છે. તેનું માત્ર એક જ કારણ છે કે આજના આધુનિક યુગમાં વ્યક્તિએ અન્ય બીજી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો નથી. તેના કારણે જ પોતાની લાગણીઓ અન્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરી શકતો નથી.
- Advertisement -
સરવે દરમિયાન લોકો પાસેથી મળેલા વિશેષ મંતવ્યો
સ્ટેટસના માધ્યમ દ્વારા ઘણી સારી બાબતો લોકો પહોંચાડવામાં આવે છે.
સ્ટેટસ મુકવાથી વ્યક્તિના વ્યક્તિત્વની ઝાંખી તેમાં જોવા મળે છે.
સ્ટેટસ મૂકવું એ ખોટું નથી પરંતુ તે આપણા જિંદગીનો હિસ્સો પણ નથી.
ઘણા લોકો સ્ટેટસ માંથી અમુક પ્રકારનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતા હોય છે.
લોકો શું કામ મુકે છે સ્ટેટસ ?
– એકલતાનો અનુભવ
– વાસ્તવિક સંબંધો નથી અહીંયા એટલે કુત્રિમ સંબંધો બનાવવાનો પ્રયત્ન
– જનરેશન ગેપ
– પોતાની લાગણી પણ ખાસ વ્યક્તિને કહી ન શકવું
– અનુકરણ-દેખાદેખી
– સમજવા કરતા જજ કરવાવાળા વધારે છે
- Advertisement -
73%
લોકો દરરોજ સ્ટેટસ અથવા સ્ટોરી અપલોડ કરે છે
11.70%
લોકો હકારાત્મક સ્ટેટસ અપલોડ કરે છે
60%
પ્રેમ હૂંફ અને આનંદ જેવા આવેગો રજુ થાય તેવા સ્ટેટસ અપલોડ કરે છે
18%
લોકોએ ધાર્મિક સ્ટેટસ અપલોડ કરે છે
91%
લોકો પોતાના સ્વભાવ અને મૂડ મુજબ સ્ટેટસ અપલોડ કરે છે
73%
જેટલા લોકોએ કોઈ અન્ય વ્યક્તિને ઉદ્દેશીને સ્ટેટસ અપલોડ કરે છે
58%
લોકો અન્ય વ્યક્તિના સ્ટેટસથી પ્રભાવિત થઈ જાય છે
90%
વ્યક્તિઓ બીજા વ્યક્તિઓને પ્રભાવિત કરવા અને અન્યને આકર્ષવા માટે સ્ટેટસ અપલોડ કરે છે
85.50%
એવું માને છે કે તેઓ પોતાની લાગણી સ્ટેટસ દ્વારા વ્યક્ત
કરી દે છે.