તા.29મીએ પ્રતિમા અનાવરણ સાથે મેરેજ હોલનું નામકરણ કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
પૂજય જલારામ બાપાના પવિત્ર ધામ એવા વિરપુર (જલારામ) ગામે ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના કાર્યકર અને અગ્રીમ હરોળના નેતા તેમજ ગત વિધાનસભા-2022 ના જેતપુર-જામકંડોરણા શીટના ચુંટણી ઇન્ચાર્જ તેમજ જેતપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી એવા વેલજીભાઇ સરવૈયાનું આકસ્મિક નિધન થયેલ હતું. વેલજીભાઇ સરવૈયાએ પોતાનું સમગ્ર જીવન ભાજપ પાર્ટી માટે તથા ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના વિકાસ માટે સમર્પિત કરીને બલીદાન આપેલ છે તે સ્થાન ભરવું પક્ષ માટે તેમજ ખાંટ રાજપુત સમાજ માટે ખૂબ જ મુશ્કેલ છે. તેમની સ્મૃતી કાયમી જળવાય રહે તે માટે આગામી તા. 29/11/2024ના રોજ સ્વ. વેલજીભાઇ સરવૈયાની દિૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તેમના પરિવારજનોએ વેલજીભાઇની સ્મૃતિમાં સ્વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટની ગત વર્ષે સ્થાપના કરેલ હતી. તેના નેજા હેઠળ તેમજ સમસ્ત ખાંટ રાજપુત સમાજ – વિરપુરના સહયોગથી વિરપુર મુકામે ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ વાડી ખાતે તેમની પ્રતિમા અનાવરણ અને મેરેજ હોલનું નામકરણનું આયોજન કરવામાં આવેલા છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના વરદ્ હસ્તે કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમનું અઘ્યક્ષ સ્થાન ખાંટ રાજપુત સમાજના વરીષ્ઠ અગ્રણી તેમજ જુનાગઢ જીલ્લાના પૂર્વ સરકારી વકીલ નાથાભાઈ મોરીની ઉપસ્થિતીમાં યોજાનાર છે. અન્ય મહાનુભાવોમાં પોરબંદર મત વિસ્તારના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઇ ઢોલરીયા, જેતપુરના પુર્વ મંત્રી જશુમતીબેન કોરાટ ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ખાંટ રાજપુત સમાજના આગેવાનો ભુપતભાઈ સોલંકી, ભીખુભાઇ ભેડા, રમેશભાઇ મકવાણા, હીરાબાપા ગુજરાતી, મુકેશભાઈ ઝાલા, જેતપુર તાલુકાના સરપંચશ્રીઓ, તાલુકાં- જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવેલ છે.
તા. 29/11/2024 ના રોજ સવારે 10 કલાકે જલારામ નગર રોડ, ખાંટ રાજપુત સમાજની વાડી, વિરપુર (જલારામ) ખાતે પ્રતિમાનું અનાવરણ તેમજ મેરેજહોલનું નામકરણનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ પ્રતિમા અનાવરણ તથા નામકરણનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સરવૈયા પરીવાર દ્વારા સ્વરૂચી ભોજન સમારંભનુ પણ આયોજન કરવામાં આવેલ છે.



