ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
નિર્મળ ગુજરાત 2.0 તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજકોટ શહેરની મહાનગરપાલિકાનાં બગીચાઓમાં મુકાયેલ વિવિધ પ્રતિમાઓની સફાઈ કામગીરી દર વર્ષે હાથ ધરાય છે. આ વર્ષે પણ રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ તથા મહાનગરપાલિકા રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી રોડ પર આવેલા બિશપહાઉસની સામેનાં બગીચામાં સ્વાતંત્ર્ય વીર ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. તથા પ્રતિમા આસપાસની જગ્યા પણ સફાઇ કરવામાં આવી છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં રડીબા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ વનિતા રાઠોડ, તારા રાઠોડ, સભ્ય દિપાલી રાઠોડ, મીત રાઠોડ અને કિશોર ઠાકર જોડાયાં હતાં. મહાનગરપાલિકામાંથી વિરલભાઈ ચાવડા નાયબ પર્યાવરણ ઈજનેર,સેનેટરી ઇન્સપેક્ટર, સેનેટરી સબ-ઇન્સપેક્ટર સહિત આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમાજસેવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહેતી આ સંસ્થા છે. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટમાં જોડાવા માટે આપ આ મોબાઇલ નંબર 90168 68814 પર સંપર્ક કરી શકો.