12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 7 સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે લોખંડનું કટીંગ ઝડપી પાડ્યું હતુ. જે ઘટના હજુ સમી નથી, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એ.વી.પટેલ સહિતના સ્ટાફ દ્વારા બજાણા પોલીસ મથક હદ વિસ્તારના બજાણા-માલવણ ફાટક પાસે ક્રેટા કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂ-678 બોટલ કિં.રૂ.2 લાખ 6 હજાર, ક્રેટા કાર કિં.રૂપિયા 10 લાખ મોબાઈલ નંગ-4, કિંમત રૂ.20,000 મળી કુલ રૂ.12 લાખ 26 હજારના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
જેમાં પોલીસ દ્વારા પૂછપરછ કરતા જથ્થો ચોટીલા ખાતે લઈ જવાતો હતો. જેમાં બજાણા પોલીસ મથકે કાર માલિક તથા જથ્થો મોકલનારા અને ચોટીલા ખાતે જથ્થો લેવા આવનારા સહિત કુલ સાત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બજાણા-માલવણ રેલ્વે ફાટક પાસે ક્રેટા કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. જે અંગે બજાણા પોલીસ મથકે કુલ સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.