જુગાર અખાડામાં કુલ 12 જુગારી ઝડપાયા, સ્થાનીક પોલીસમાં ખળભળાટ
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન.પરમારે ગત મોડી રાત્રે ધંધુસર ગામની બાજુમાં આવેલ દલસા વાડીમાં ચાલતા ઘોડી પાસાના જુગાર દરોડામાં 12 શખ્સો રેઇડ દરમિયાન રોકડ મુદામાલ મળી કુલ રૂ.20.41 લાખનો જુગાર ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના ધંધુસર સીમ વિસ્તારમાં આવેલ એક ખેતરની ઓરડીમાં મસ મોટું ઘોડી પાસાનો જુગાર ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન.પરમારે દરોડા પાડયા હતા જેમાં રોકડ રૂ. 2,70,400 સાથે અન્ય મુદામાલ મળી કુલ રૂ. 20,41,500 લાખનો જુગાર અખાડામાં રજાક ખમીશાભાઈ સમા રહે.રાજકોટ, હબીબ અબ્દુલ રાવ રેહ. કાલાવડ, અમીન કાદરભાઈ ઘાચી રહે.રાજકોટ, એહમદ શરીફભાઈ શકરીયાણી રહે.ધોરાજી, આમિરખાન હસમખાન પઠાણ રહે.જૂનાગઢ, આદમ હુશેનભાઈ હાલા રહે.જૂનાગઢ, રિઝાવના સલીમભાઈ ખેદરા રહે.જેતપુર, કાસીમ રફીકભાઈ બેલીમ રહે.જૂનાગઢ, ઈમરાન સલીમભાઈ સલીમભાઈ કાઠી રહે.જૂનાગઢ, કાદર સતારભાઈ હસમાણી રહે.રાજકોટ, નીરૂભા મેરૂભાઈ જાડેજા રાજકોટ, મેરૂભાઈ રીનાભાઈ વાળા રહે ધંધુસર ગામ વાળા સહીત કૂલ 12 ઈસમોને ઝડપી વંથલી પોલીસ સ્ટેશમાંમાં ગુનો દાખલ કરી વધું તપાસ હાથ ધરી છે. જેમાં એક આરોપી ભાગી છૂટતા તેને ઝડપી લેવાં પોલીસે ચક્રોગતીમાન કર્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઘોડી પાસાનો જુગાર અખાડો ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.