બાળકોને ગિફ્ટ, પ્રમાણપત્ર તેમજ એક થી ત્રણ નંબર મેળવનાર કૃતિઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
પ્રભાસ પાટણ ખાતે નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર, વસતિ શિક્ષણ એકમ ૠઈઊછઝના ડો. અવનીબા મોરીના અધ્યક્ષસ્થાને અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી વી.એમ.પંપાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોકનૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધા અંતર્ગત ગુજરાતના પાંચ ઝોનમાંથી પસંદ થયેલી લોકનૃત્ય અને રોલપ્લેની પાંચ પાંચ કૃતિઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી હતી. ડાયેટ પ્રાચાર્ય દ્વારા સ્મૃતિભેટ અને શાલ દ્વારા ડો.અવનિબા અને યોગિતા દેશમુખનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના ક્ધવીનર બી. કે.મેસિયા દ્વારા સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા વર્ણવવામાં આવી હતી. લોકનૃત્ય અને રોલપ્લેની સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકનૃત્યમાં પી.એમ.શ્રી મોડલ સ્કૂલ માંડવા તા.કપરાડા જી.વલસાડ અને રોલ પ્લેમા સરકારી માધ્યમિક શાળા પણિયાદરા તા.વાગરા જી. ભરૂચે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ બન્ને કૃતિઓ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.સોમનાથની પાવન ભૂમિ પર યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ગિફ્ટ પ્રમાણપત્ર તેમજ એક થી ત્રણ નંબર મેળવનાર કૃતિઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.



