હજારથી વધુ સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડો. પિપરિયાની યશસ્વી ફરજ નોંધનીય : હારિતભાઇ મહેતા
ખાસ-ખબર સંવાદદાતા
નવી દિલ્હી સ્થિત મુખ્યમથક ખાતે કેગ દ્વારા રચાયેલી ઓડિટ સલાહકાર બોર્ડમાં, ઓડિટની અસરકારીતા વધારવાના ઉદ્શ્ય સાથે રાજ્યમાં સમયાંતરે રાજ્ય સ્તરીય ઓડિટ સ્ટેટ લેવલ ઓડિટ એડવાઇઝરી બોર્ડની રચના કરવામાં આવે છે. સ્ટેટ લેવલ ઓડિટ એડવાઇઝરી બોર્ડમાં અધ્યક્ષ તરીકે પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલ-એકાઉન્ટન્ટ જનરલ અને અધિકારીઓ ઉપરાંત એડવાઇઝરી કમિટીમાં ઓડિટીંગને વધુ સારુ અને ઉપયોગી બનાવી સુદ્રઢ બનાવવા માટે જુદા-જુદા તજજ્ઞોને કમિટીમાં નિમંત્રિત કરવામાં આવે છે. જે પૈકી બાહ્ય સભ્ય તરીકે આર્થિક અને કાનૂની ક્ષેત્રના તજજ્ઞ આરસીસી બેંકના સીઇઓ, સૌરાષ્ટ્ર અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશનના સીઇઓ કે જેઓ બેસ્ટ સીઇઓ એવોર્ડ વિજેતા રહ્યા છે તેવા કાયદેઆઝમ તરીકે જાણીતા ડો. પુરુષોત્તમ પિપરીયાની કેગ દ્વારા રચાયેલી રાજ્ય કક્ષાની ઓડિટ એડવાઇઝરી કમિટી (એસએએબી)માં નિમણૂંક કરવામાં આવતા સહકારી અને બેંકિંગ ક્ષેત્રના ધુરંધરોએ ગૌરવની લાગણી સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો. આ નિમણૂંક ઓછામાં ઓછી બે વર્ષ કે તેથી વધુ સમય માટે કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના કો-ઓર્ડિનેટર પ્રકાશભાઇ શંખવલાએ જણાવ્યું હતું કે, ડો. પુરુષોત્તમ પિપરીયા બેંકિંગ ક્ષેત્રમાં પોલીસી મેકર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ અવલ્લ નંબરનું સ્થાન ધરાવવા સાથોસાથ સ્ટેચ્યુટરી ઓડિટ, રેગ્યુલેટરી ઇન્સ્પેકશન, ક્ધકરન્ટ ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ, સોશિયલ ઓડિટ, ટેક્સ ઓડિટ સહિતના ઓડિટ અને ઇન્સ્પેકશનમાં સક્રિય ભૂમિકા ભજવી કોમ્પલાયન્સ કરવામાં પારંગતતા ધરાવે છે.
ડો. પુરુષોત્તમ પિપરીયાએ તેમની કારકિર્દીની શરુઆત સામાન્ય શાકભાજીની રેકડીથી કરી હતી. પરંતુ ત્યારબાદ તેઓ તેમની અથાગ મેહનત થકી કલાર્કમાંથી સીધા બેંકના સીઇઓ બન્યા હતા. તેમના વડપણ હેઠળ બેંકે અનેક ગૌરવવંતા એવોર્ડસ પ્રાપ્ત કર્યા છે. તેમજ 19 સહકારી બેંકોમાં સીઇઓ તરીકેની નિમણૂંકમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બેંકિંગ, સહકાર, ઓડિટ વિશે હજારથી વધુ સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડો. પિપરીયાની યશસ્વી ફરજ નોંધનીય હોવાનું સિટીઝન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના મેનેજીંગ ડિરેક્ટર હારિતભાઇ મહેતાએ જણાવ્યું હતું.
ડો. પુરુષોત્તમ પિપરીયાની સ્ટેટ લેવલ ઓડિટ એડવાઇઝરી બોર્ડમાં નિમણૂંક થતા સમગ્ર ગુજરાત ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યુ છે. તેમજ આવનારા ભવિષ્યમાં કેગને નોંધનીય સલાહ સૂચનો ડો. પિપરીયા તરફથી પ્રાપ્ત થશે અને તે સૂચનો ગર્વમેન્ટ ગર્વનન્સમાં પારદર્શીતા લાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી ટોચના સંગઠનો અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો આશા સેવી રહ્યા છે.