By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ.1000 કરોડની લોન સહાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ.1000 કરોડની લોન સહાય
TALK OF THE TOWNગુજરાતરાજકોટ

”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ.1000 કરોડની લોન સહાય

Khaskhabar Editor
Last updated: 2021/08/04 at 11:06 AM
Khaskhabar Editor 5 years ago
Share
10 Min Read
SHARE
  • સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે હેતુ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડની જોગવાઇ

  • જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી ”વ્હાલી દીકરી યોજના” લાગુ કરી
    181 અભયમ મહિલા હેલ્પલાઈન અંતર્ગત અત્યાર સુધીમાં 8 લાખ 25 હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવી

  • રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ૨૫૭૯ બહેનોને રૂ. ૯,૬૭,૪૮,૬૯૦ લોન તથા રૂ. ૩,૦૪,૩૧,૦૮૭ સબસીડી આપવામાં આવી
  • રાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર સહાય આપશે
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી કરાવશે શુભારંભ

    વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલે કે “’વિશ્વ મહિલા દિવસ’’ પૂરતો ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન એ સદીઓની નિત્ય પરમ્પરા રહી છે. એટલે જ  ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે.

    Contents
    સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે હેતુ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડની જોગવાઇજેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી ”વ્હાલી દીકરી યોજના” લાગુ કરી 181 અભયમ મહિલા હેલ્પલાઈન અંતર્ગત અત્યાર સુધીમાં 8 લાખ 25 હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવીરાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ૨૫૭૯ બહેનોને રૂ. ૯,૬૭,૪૮,૬૯૦ લોન તથા રૂ. ૩,૦૪,૩૧,૦૮૭ સબસીડી આપવામાં આવીરાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર સહાય આપશેમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી કરાવશે શુભારંભ

    ભારતમાં પ્રાચીન સમયમાં નારી-સન્માનની ભાવના જોવા મળતી હતી. આપણા વેદો – ઉપનિષદો તેમજ રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શક્તિનો અપાર મહિમા ગાયો છે. તે સમયમાં નારીને શિક્ષણનો પૂરો અધિકાર હતો. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી ઘણી વિદૂષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રીશક્તિઓનું પ્રમાણ છે. મધ્ય યુગમાં  ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, પદ્માવતી તો આધુનિક યુગમાં પણ સંગીત-લેખન-કલા-રાજનીતિ-અંતરિક્ષ  -રમતજગત-વિજ્ઞાન-ટેક્નોલોજી-બેન્કિંગ-ફાઇનાન્સ-સુરક્ષા સહિતના જીવનના દરેક ક્ષેત્રમાં નારીઓ અગ્રણી રહી છે. “નારી તું નારાયણી” કહીને તેનું સન્માન કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે અતિ આવશ્યક છે. નારી ગૌરવ એટલે મહિલાઓનું સન્માન અને આત્મ ગૌરવ. તેમની કામગીરી, ચિંતાઓ, અધિકારો વગેરે કોઈપણ સમાજના વિકાસ માટે આવશ્યક હોય છે. માતા, પત્ની, પુત્રી, પુત્રવધુ જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓ  મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે.

    છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે.

    તા.7 મી ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યની જનતાની સેવાના ઉમદા ઉદ્દેશ હેતુ વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તથા નીતિનભાઇ પટેલે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને ગુજરાતના વિકાસ માટેની શાસનધુરા સંભાળી. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના જનસેવાના પાંચ વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, ભૂકંપ અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ આવી. આ આપત્તિઓમાં નીડર લીડરોના નિર્ણાયક નેતૃત્ત્વ હેઠળ સંવેદનશીલતાપૂર્વક, પારદર્શક પ્રગતિશીલતાના દર્શન લોકોએ કર્યા છે.

    - Advertisement -

    અત્રે ઉલ્લેખનીય છે કે ”પાંચ વર્ષ નારી ગૌરવના” ના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી  ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. આ માટે ૧૦ લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડની લોન સહાય જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારોની ૫૦ હજાર મળીને કુલ ૧ લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે.

    સમગ્ર રાજયમાં જ્યારે મહિલાઓની સંખ્યા ૫૦ ટકા જેટલી હોય ત્યારે તેમના માટેનું બજેટ પણ મહત્વનું બની જતું હોય છે. ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.૩૫૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની નિર્ણાયક સરકારે મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવવા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ૫૦ % મહિલા અનામતની જોગવાઇ કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33 % અનામતની જોગવાઇ કરીછે.

    જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી ”વ્હાલી દીકરી યોજના” લાગુ કરી છે. આ યોજના દીકરીના જન્મ વેળા માતા-પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશીયો જાળવવાની દિશામાંનું  ગુજરાતનું મહત્ત્વનું પગલું છે. જે અંતર્ગત રૂપિયા બે લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને પ્રથમ બે દીકરી માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર જેટલા પરિવારોને રૂ. ૨૨ કરોડથી વધુ સહાય આ યોજના હેઠળ મળી છે.ધોરણ-૧માં પ્રવેશ લેતી કન્યાને રૂ. ૪,૦૦૦, ધોરણ ૯માં પ્રવેશ લેતી કન્યાને રૂ. ૬,૦૦૦ અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા ૧૮ વર્ષની ઉંમરે લગ્ન વખતે રૂ. ૧ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

    રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ ના “જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ” માં કુલ રૂ. ૮૭,૧૧૧.૧૦ કરોડની મહિલાલક્ષી જોગવાઈ કરવામાં આવેલ છે.જેન્ડર બજેટ ૨૦૨૧-૨૨ માં ૮૬૭ જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે. આ પૈકી, ૧૮૯ જેટલી યોજનાઓ સંપૂર્ણપણે મહિલાલક્ષી છે, જેમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ.૫૧૧૨.૮૮ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના જન્મદિવસે સંવેદનાસભર જાહેરાત કરી છે જેમાં રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર આપશે. કષ્ટપૂર્ણ વૈધવ્ય જીવન જીવતી મહિલા પુન:લગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે

    ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગંગા સ્વરૂપા બહેનોને ડીબીટી મારફત સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષમાં ૭,૬૬,૭૪૦ વિધવા બહેનોને આર્થિક સહાય ચૂકવાઈ છે.વિધવા સહાય યોજનાને સન્માનજનક નામ આપી ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે. બે તબક્કામાં સહાયની રકમને વધારવામાં આવી, પહેલા તબક્કામાં સહાયની રકમ રૂપિયા ૭૫૦થી વધારીને રૂ.૧,૦૦૦ અને બીજા તબક્કામાં રૂપિયા ૧,૦૦૦થી વધારીને રૂપિયા ૧,૨૫૦ કરવામાં આવી. આ યોજના અંતર્ગત અગાઉ ૨૧ વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. જેના પરિણામે ૧૦ લાખ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનોને આવરી લેવાઈ છે.

    મિલકતો બહેનોના નામે ખરીદાય ત્યારે સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાની પણ રાજ્ય સરકારે જોગવાઇ કરી છે. જેનાથી મોટી સંખ્યામાં બહેનો મિલકતોની માલિક બની છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વ્હાલી દિકરી યોજનાના અમલીકરણ સંદર્ભે LIC સાથે ૨૦ વર્ષનો એમ.ઓ.યુ. કરીને પ્રિમિયમ પેટે રૂ. ૨૨ કરોડની રકમનું પ્રીમિયમ ચેક મુખ્યમંત્રી ના વરદ્‍ હસ્તે LIC ને આપવામાં આવ્યું હતું.

    વિધવા બહેન જો પુન: લગ્ન કરે તો તેને રૂ. ૫૦ હજારની સહાય આપવી. જે માટે વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે રૂ ૩.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા,સગર્ભા માતાની તંદુરસ્તીની ચિંતી કરી છે. ગુજરાત એક માત્ર રાજ્ય છે જેમાં ૬ માસ થી ૩ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ઘરે લઇ જવા ટેક હોમ રેશન (THR) આહાર આપવામાં આવે છે. ટેક હોમ રેશન (THR) માટે આગામી વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડ જેટલી જોગવાઇ કરવામાં આવી છે.

    ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ શાળાએ જતી તેમજ ન જતી તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. દર મહિને સરેરાશ ૧૧ લાખ જેટલી કિશોરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં જેના માટે રૂ. ૨૨૯ કરોડની કરવામાં આવી છે.

    વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની નવી મોબાઈલ એપ્લીકેશન લોંચીંગ કરવામાં આવી. જેમાં હિંસાથી પીડીત મહિલાઓને જરૂરી માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહે. અત્યાર સુધીમાં ૮ લાખ ૨૫ હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવી છે. તથા ૧ લાખ ૬૬ હજાર મહિલાઓને રેસ્ક્યુ વાનની સેવા પુરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષના બજેટમાં આ અંગે રૂ.૧૧.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

    રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને, કુટુંબના આર્થિક વિકાસમાં ફાળો આપી શકે તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ નિગમ ધ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં લાવવામાં આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫૭૯  બહેનોને રૂ. ૯,૬૭,૪૮,૬૯૦  લોન તથા રૂ. ૩,૦૪,૩૧,૦૮૭ સબસીડી આપવામાં આવેલ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ”પાંચ વર્ષ નારી ગૌરવના”ની થીમ આધારિત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. રાજ્યના ૧૦ હજાર જેટલી મંડળોની ૧ લાખ બહેનોને કુલ ૧૦૦ કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

    જેમાં શહેરી વિસ્તારમાં ૩૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ મળીને કુલ ૧૦૮ જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં ૫૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦૦ આમ કુલ ૧૦ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે. તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે ૨૦૦ આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ ૧૪૩ આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.

You Might Also Like

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખંભાળીયા ખાતે ગુ.મ્‍યુ.ફા. બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્‍થિતિમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના’નો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો
Next Article મુખ્યમંત્રીના અધ્યક્ષપદે રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુન:રચના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મોરબી

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?