રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ગત રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ તેઓની તબીયત સુધારા પર છે. રાઘવજી પટેલનો ચાર્જ બચુભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો છે.
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની નાદુરસ્ત તબીયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યનાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો અન્ય મંત્રીને સોંપાયો છે. રાઘવજી પટેલનો ચાર્જ બચુભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો છે. રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી કુંવરજી હળપતિને અન્ય વિભાગનો હવાલો સોંપાયો છે. વિધાનસભામાં મંત્રીની ગેરહાજરીમાં વિભાગના જવાબો આપવા ચાર્જ સોંપાયો છે.
- Advertisement -