કિડની આપણા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. અમે અહીં તમને જણાવીશું કે તમે કઈ રીતે તમારી કિડની ડિટૉક્સ કરી શકો છો.
કિડનીને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ડાયટ અને પૂરતી માત્રામાં પાણી પીવાથી તમે કિડનીને સ્વસ્થ રાખી શકો છો. પૂરતી માત્રામાં પાણી પીવાથી કિડની ખરાબ થવાનુ જોખમ ઓછુ રહે છે. એટલું જ નહીં, કિડનીને હેલ્ધી રાખવા માટે કિડનીને ડિટૉક્સ કરવી ખૂબ જરૂરી છે. એવામાં તમે તમારા ડાયટમાં અમુક ડ્રિંક્સનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ અમે તમને જણાવીશું કે તમે કઈરીતે તમારી કિડની ડિટૉક્સ કરી શકો છો.
- Advertisement -
કિડનીને ડિટૉક્સ કરવાના ડ્રિંક્સ
સફરજનના વિનેગરમાંથી બનાવેલુ ડ્રિંક્સ
- Advertisement -
સફરજનના વિનેગરમાં રહેલ એન્ટી-ઑક્સિ઼ડેન્ટ્સ અને સિડ્રિક એસિડ કિડની સ્ટોનને ડિસૉલ્વ કરવાની સાથે-સાથે ટૉક્સિનને પણ દૂર કરે છે. તમે તેની મદદથી એક ડિટૉક્સ ડ્રિંક તૈયાર કરી શકો છો. જેના માટે તમે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગર નાખો અને દરરોજ તેનુ સેવન કરો. આમ કરવાથી તમારી કિડની ડિટૉક્સ થતી રહેશે.
દાડમનો રસ
દાડમમાં પુષ્કળ માત્રામાં પોટેશિયમ હોય છે અને તેથી આ કિડનીમાં સ્ટોનની સમસ્યાને દૂર કરે છે. એટલું જ નહીં, તેમાં રહેલ ગુણ પથરીને બનતા રોકે છે. જેનુ સેવન કરવા માટે તમે દરરોજ દાડમના તાજા જ્યુસનુ સેવન કરી શકો છો.
બીટનુ જ્યુસ
બીટના રસમાં બીટાઈન હોય છે, જે ખૂબ ફાયદાકારક ફાઇટોકેમિકલ છે. જેમાં એન્ટીઑક્સિડેન્ટ ગુણ હોય છે. એવામાં જો તમે દરરોજ બીટના જ્યુસનુ સેવન કરો છો તો કિડનીને ડિટૉક્સ કરવાની સાથે તમને પથરી થવાનુ જોખમ પણ નહીં રહે.