મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ, એસ.એન.કે. સ્કૂલ પાસે આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, તથા વોર્ડ નં.૦૯, વોર્ડ ઓફિસની સામે, બાપા સીતારામ રોડ પર નવનિર્મિત કોમ્યુનિટી હોલ તેમજ વોર્ડ નં.૦૪ જુના જકાતનાકા પાસે, મોરબી રોડ પર નવનિર્મિત કોમ્યુનિટી હોલ શહેરીજનોના ધાર્મિક તથા સામાજીક પ્રસંગો માટે આવતિકાલ તા.૦૩-૦૯-૨૦૨૧ના રોજ બુકિંગ શરૂ કરવામાં આવશે.


કોરોનાકાળમાં વોર્ડ નં.૧૦માં અમૃત ઘાયલ હોલને કોવીડ હોસ્પિટલ માટે રીઝર્વ રાખેલ. હાલ કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આ હોલનું યુનીટ-૧ લોકોને સામજિક તથા ધાર્મિક પ્રસંગો માટે આપવાનું શરૂ કરવામાં આવશે. આ હોલમાં ટોટલ ૨ યુનીટ છે. યુનીટ-૨ કોરોનાની સંભવિત પરિસ્થિતિ માટે કોવીડ હોસ્પિટલ માટે રીઝર્વ રાખેલ છે. કોરોના હોસ્પિટલ માટે બનાવવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યથાવત રાખેલ છે. જેથી ભવિષ્યમાં જરૂર જણાયે ઉપયોગમાં લઇ શકાય.
- Advertisement -

| ક્રમ | હોલનું નામ | ભાવ | ડીપોઝીટ |
| ૧ | અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ (યુનીટ-૧) | રૂ.૩૫,૦૦૦/- | રૂ.૩૫,૦૦૦/- |
| ૨ | વોર્ડ નં.૦૯, વોર્ડ ઓફિસની સામે, બાપા સીતારામ રોડ પર નવનિર્મિત પામેલ કોમ્યુનિટી હોલ (નોન એસી) | રૂ.૨૦,૦૦૦/- | રૂ.૨૦,૦૦૦/- |
| વોર્ડ નં.૦૯, વોર્ડ ઓફિસની સામે, બાપા સીતારામ રોડ પર નવનિર્મિત પામેલ કોમ્યુનિટી હોલ (એસી) | રૂ.૩૦,૦૦૦/- | રૂ.૩૦,૦૦૦/- | |
| ૩ | જુના જકાતનાકા પાસે, મોરબી રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ | રૂ.૯,૦૦૦ | રૂ.૯,૦૦૦ |


