અંબિકા ટાઉનશીપમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા રહીશોની મ્યુ. કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂનું વેચાણ થતુ હોવાની ઘટના અવારનવાર બનતી હોય છે ત્યારે રાજકોટ અંબિકા ટાઉનશીપમાં પણ ખુલ્લેઆમ દેશી દારૂના વેપલા ચલાવવામાં આવી રહ્યા છે. રહેવાસીઓએ દેશી દારૂના વેપલા ચલાવનાર પર રેડ પાડી હતી અને સરકાર સામે અનેક સવાલો કર્યા હતા.
સ્થાનિકો અવારનવાર દેશી દારૂનું વેચાણ કરનારાઓના ત્રાસથી કંટાળી ગયા હતા ત્યારે અંતે રોષે ભરાયેલા સ્થાનિકોએ ખુદ જ ત્યાં રેડ પાડી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. દરમિયાન સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે દારૂના વેપલા ચલાવનારા અને પોલીસની સાંઠગાંઠ છે આમ મહિલાઓએ ગુજરાત પોલીસના નારા લગાવ્યા છે બિનઅધિકૃત દબાણો પણ દારૂનું અવારનવાર વેચાણ થતુ હતું જેથી કંટાળી સ્થાનિકોએ ખુદ ત્યાં જઈ રેડ પાડી હતી અને કડક પગલાં લેવાની માગ કરી હતી. વોર્ડ નંબર 11માં અંબિકા ટાઉનશીપમાં શ્રીનાથજી પાર્કમાં અનૈતિક પ્રવૃત્તિ (દારૂનું વેચાણ) જે અવૈદ્ય જગ્યાનું દબાણ પણ છે ત્યાંથી થાય છે એ બાબતે અવારનવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરેલી છે, તેમ છતાં ફકત ને ફકત ખાલી દિલાસાઓ અને ખોટા વાયદાઓ જ આપવામાં આવ્યા છે, દબાણ હટાવવા માટેની કોઈ પણ પ્રકારની કાયદેસરની કામગીરી કરવામાં આવેલી નથી તો આ અંગે ઘટતું કરવા શ્રીનાથજી પાર્ક સોસાયટી એસો. દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.11માં સમાવિષ્ટ થતા શ્રીનાથજી પાર્ક વિસ્તારની પાસે રસ્તા પર તથા રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં.26 (મવડી) (પ્રારંભિક)ના રિઝર્વેશન પ્લોટ નં.6એ (જઊઠજઇં) પર હાલ આવેલ ગેરકાયદેસર બાંધકામો અન્વયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવેલ અને ટાઉન પ્લાનિંગ શાખાના નિયમોને આધિન સવાલવાળા બાંધકામો દુર કરવાની સુચના આપવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ અને મવડી વિસ્તારમાં શ્રીનાથજી પાર્ક પાસે રસ્તા પર અને મહાનગરપાલિકાના રિઝર્વેશન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થયેલું ધ્યાને આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ મનપાના લગત શાખાના અધિકારીઓને સાથે રાખી રૂબરૂ તપાસ કરી હતી.