સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે એટલે કે 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.
- Advertisement -
સવારે 8 વાગ્યે જાહેર થયું પરિણામ
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ હતી, ત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાતમાં ધોરણ 12ના પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા હતા. આ તરફ ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
SMSથી પણ જાણી શકાશે પરિણામ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.