– મથુરા, વૃંદાવન અને દ્વારકામાં 19મીએ તો પુરીમાં 18 ઓગસ્ટે આ પર્વ ઊજવાશે
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે જન્માષ્ટમી બે દિવસ રહેશે. કેટલાંક પંચાંગમાં જન્માષ્ટમી પર્વ 18 ઓગસ્ટે તો કેટલાકમાં 19 ઓગસ્ટના રોજ ઊજવવાની સલાહ આપવામાં આવી છે. શ્રીકૃષ્ણનો જન્મ આઠમ તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો અને આ બંને યોગ શુક્રવાર, 19 ઓગસ્ટના રોજ રહેશે, એટલે મથુરા, વૃંદાવન અને દ્વારકામાં 19 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઊજવવામાં આવશે. કૃષ્ણ તીર્થોમાં 19મીએ આ પર્વ હોવાથી આ તારીખે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઊજવવી વધારે શુભ રહેશે. અખિલ ભારતીય વિદ્વત પરિષદ અને કાશી વિદ્વત પરિષદનું કહેવું છે કે 18મીએ આઠમ તિથિ સૂર્યોદય સમયે નહીં, પરંતુ રાત્રે હશે, સાથે જ 19 તારીખે આઠમ તિથિમાં દિવસની શરૂૂઆત થશે અને રાત્રે પણ રહેશે, એટલે ભગવાનનો જન્મોત્સવ શુક્રવારે જ ઊજવવો વધુ શ્રેષ્ઠ રહેશે. શ્રીકૃષ્ણનું જન્મ નક્ષત્ર રોહિણી પણ રાત્રે જ રહેશે. ઉત્તર ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં 19 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
- Advertisement -
ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો, એટલે જન્માષ્ટમીની પૂજા આઠમ તિથિએ કરવાનું વિધાન છે. પંચાંગ પ્રમાણે 18 ઓગસ્ટના રોજ રાતે 9.30 વાગ્યાથી આઠમ તિથિ શરૂૂ થઈ જશે. આ દિવસે ધ્રુવ અને વૃદ્ધિ યોગ પણ બની રહ્યા છે. આઠમ તિથિ 19 ઓગસ્ટ રાતે 11 વાગ્યા સુધી રહેશે. એવામાં થોડા લોકો 18 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનું વ્રત રાખશે અને પૂજા કરશે.
19 ઓગસ્ટે શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરના સેવા અધિકારી પં. અંકિત ગોસ્વામીએ શ્રીકૃષ્ણના જન્મોત્સવની 19મી તારીખ આપી છે. સાથે જ ગુજરાતના દ્વારકાના કૃષ્ણ મંદિરના પૂજારી પં. પ્રણવ ઠાકરનું કહેવું છે કે આ વખતે શુક્રવારે શ્રીકૃષ્ણની જન્મ જયંતિ ઉજવવી શુભ રહેશે. પરંતુ જગન્નાથ પુરીમાં મંદિરના પંચાંગ મુજબ 18મીની રાત્રે આઠમ તિથિના કારણે ગુરુવારના રોજ કૃષ્ણનો જન્મ થશે.
જન્માષ્ટમી 2022ના ખાસ મુહૂર્ત અને રાહુકાળ
અભિજીત મુહૂર્ત
12:05-12:56 સુધી
રાહુકાળ- ગુરુવાર 18 ઓગસ્ટે બપોરે 02:06 – 03:42 સુધી