શ્રીલંકામાં કટોકટી જાહેર થઈ ગઈ છે. હવે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માટે ભાગવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. માલદીવમાં પ્રદર્શનો થયા બાદ હવે તેઓ સિંગાપુર ભાગવા ઈચ્છે છે.
શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. લાંબી આર્થિક કટોકટી પછી જાહેર વિરોધ ફાટી નીકળ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા હતા. તેમના રાજીનામાંની અટકળો વચ્ચે હજુ સ્પીકરને રાજીનામું મળ્યું નથી.
- Advertisement -
તે માલદીવ ભાગી ગયા હતા. હવે ગોટાબાયા માલદીવથી સિંગાપોર જવાની તૈયારી કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજપક્ષેએ જનતાના વિરોધના ડરથી માલદીવ સરકાર પાસેથી સિંગાપોર જવા માટે ખાનગી જેટની માંગણી કરી હતી. ગોટાબાયા રાજપક્ષે હજુ પણ માલદીવમાં છે. તેઓ આજે મોડી રાત્રે સિંગાપોર જવાના હતા, પરંતુ પ્રાઈવેટ જેટની માંગણી બાદ તેઓ ફ્લાઈટ છોડીને જતા રહ્યા છે.
માલદીવમાં પણ વિરોધ, એરપોર્ટ પર ભારે સુરક્ષા
ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સમયે માલદીવથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે. જેના કારણે માલદીવના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે સુરક્ષા છે, જોકે, માલદીવમાં ગોટાબાયા વિરુદ્ધ પ્રદર્શન પણ થયા હતા. બીજી તરફ એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ પાસે રાહ જોઈ રહેલા પત્રકારોને સુરક્ષા અધિકારીઓએ હટાવી દીધા હતા.
- Advertisement -
ગોટાબાયા રાજપક્ષે બુધવારે રાજીનામું આપતા પહેલા માલદીવ ભાગી ગયા હતા. નવી સરકાર દ્વારા ધરપકડની શક્યતા ટાળવા માટે તેમણે દેશ છોડી દીધો.
લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા
બુધવારે સવારે રાજપક્ષે લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા પછી તરત જ શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. આ પછી, દેશમાં હોબાળો વચ્ચે ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
અત્યાર સુધીની સ્થિતિ
કોલંબોમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી રહેલા લોકોને રોકવા માટે દિવાલ તોડીને પ્રદર્શનકારીઓને હટાવવા માટે સેનાના જવાનોએ ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. આપને જણાવી દઈએ કે, શ્રીલંકાના ઈતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિનું પદ સમયથી પહેલા ખાલી થઈ રહ્યું છે. આ અગાઉ 1 મે 1993ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ આર. પ્રેમદાસાની હત્યાના કારણે આ પદ ખાલી થયું હતું.