ઘર આંગણે પેટ્રોલ ભરેલું જહાજ બે મહિનાથી પેમેન્ટની રાહ જુએ છે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકાની આર્થિક કટોકટી એટલી ઘેરી બની છે કે દરિયામાં પેટ્રોલ ભરેલું જહાજ પડયું છે પરંતુ તેનું ચુકવણુ કરવાના નાણા નહી હોવાથી મુશ્કેલી વધી છે. આ જહાજ આજકાલનું નહી પરંતુ એક મહિનાથી ડોલરમાં પેમેન્ટની રાહ જોઇ રહયું છે એટલું જ નહી અગાઉ જહાજે પેટ્રોલની ફેરી કરી હતી તેના 5.3 કરોડ ડોલર પણ આપવાના બાકી છે. શિપિંગ કંપનીએ જયાં સુધી પેમેન્ટ ના થાય ત્યાં સુધી સ્થળ છોડવાનો ઇન્કાર કરી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકા પાસે ડિઝલનો પૂરતો સ્ટોક છે પરંતુ પ્રેટ્રોલ સિમિત છે આથી આવશ્યક સેવાઓ અને એમ્બ્યૂલન્સ માટે જ પ્રેટ્રોલ વિતરણને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. જુન મહિના સુધીમાં શ્રીલંકાને ઇંધણ આયાત માટે 53 કરોડ ડોલરની જરુર પડવાની છે. ભારત તરફથી ઋણ સુવિધાનો લાભ મળતો હોવા છતાં બે વર્ષ પહેલા પ્રતિ માસ 15 કરોડ ડોલરની સરખામણીમાં ફયૂઅલ ખરીદવા માટે 50 કરોડ ડોલરની વધારે જરુર પડવાની છે. શ્રીલંકાએ કુલ 70 કરોડ ડોલર અગાઉની ઇંધણ આયાતના ચુકવવાના બાકી છે.
શ્રીલંકામાં જીવન જરુરીયાતી ચીજવસ્તુઓ ખૂબજ મુશ્કેલીથી મળે છે ત્યારે ચીન દ્વારા રાશનની વહેંચણી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળે છે.
આ અંગે શ્રીલંકાના વિદેશી સેવા અધિકારી સંગઠનમાં આક્રોશ જોવા મળે છે. તેમનું માનવું છે કે વિદેશી અધિકારીઓને પ્રભાવિત કરવા માટે ચીન દાળ અને ચાવલ જેવા સુકા રાશનની વહેંચણી કરી રહયું છે.