આર્થિક સલાહકાર સમિતિએ વડાપ્રધાનને યૂનિવર્સલ બેઝિક ઈન્કમ લાગુ કરવા માટે પણ ભલામણ કરી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મહામારી બાદ મોંઘવારી તાંડવ મચાવી રહી છે અને તેના માટે સરકાર કોઈ પગલાં ભરે તેવી જનતાની આશા છે,
સાથે સાથે દેશના યુવાનોને રોજગારને લઈને પણ લાંબા સમયથી પ્રશ્ન છે ત્યારે દેશમાં બેરોજગારીની સમસ્યા સામે લડવા માટે પ્રધાનમંત્રીના ઈકોનોમિક એડવાઇઝર કમિટીએ શહેરી રોજગાર ગેરંટી યોજના શરૂ કરવા માટે સલાહ આપી છે,
મીડિયા અહેવાલમાં આ મુદ્દે દાવો કરવામાં આવ્યો છે.
ઊઅઈ દ્વારા આપવામાં આવેલ સલાહ અનુસાર કમિટીએ આવકના અંતરને ઓછો કરવા માટે યૂનિવર્સલ બેઝિક ઈન્કમ પણ શરૂ કરી દેવા માટે સલાહ આપી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર કમિટી દ્વારા સરકારી ખર્ચને વધારવા માટે પણ પગલાં ભરવાને લઈને ભલામણ કરવામાં આવી છે જેથી નબળા વર્ગનું આર્થિક ઉત્થાન કરવામાં આવે. નોંધનીય છે કે ભારતમાં એક રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20માં રોજગાર શ્રેણીઓમાં સૌથી વધારે સ્વ નિયોજીત એટલે કે સેલ્ફ ઈમ્પલોઈડ છે જેમની સંખ્યા 45.78%, તે પછી નોકરી કરનારા 33.5% અને તે બાદ આકસ્મિક શ્રમિકો 20.71% સાથે ત્રીજા નંબર પર છે.