થોડાં સમય પહેલાં સમાચાર આવ્યા હતાં કે ચીનનાં સત્તાધિશોએ કુરાન નવેસરથી લખવા અને તેમાંની વાંધાજનક આયતો દૂર કરવા નિર્ણય લીધો છે. આ સમાચાર આવ્યા પછી ચીનમાં તો ખાસ કશું રિએકશન ન આવ્યું, પરંતુ ભારતીય સેક્યુલરોનાં પેટમાં જાણે સલ્ફ્યુરિક એસિડ રેડાયો હોય એવી દર્દભરી ચીસો તેમણે પાડી.
– કિન્નર આચાર્ય
દૂર ચીનમાં મુસ્લિમોને સુધારવા માટે થતાં પ્રયત્નો જો અહીં તેમને કઠતાં હોય તો હવે તો એમની હાલત વધુ બગડવાની છે. કારણ કે, કુરાનની છવ્વીસ અત્યંત વાંધાજનક આયતો દૂર કરવાના પ્રયત્નો કેટલાંક મુસ્લિમોએ જ આરંભ કર્યા છે. શિયા મુસ્લિમ નેતા વસીમ રિઝવીએ આ અંગે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે અને બધું સમુંસુતરું પાર ઉતર્યું તો કેસ હમણાં દોડવા પણ માંડશે.
- Advertisement -
શા માટે આ છવ્વીસ આયતો સામે જ સમજુ-સ્વસ્થ લોકોને વાંધો છે? વેલ, આ છવ્વીસ આયતો ખૂલ્લેઆમ નફરતનો સંદેશ આપે છે, એ વિધર્મીઓની કત્લેઆમ માટે પ્રેરણા આપે છે, મૂર્તિપૂજામાં માનનારાઓને રીબાવી રીબાવીને ખતમ કરવાનો સ્પષ્ટ મેસેજ આપે છે. અગત્યની વાત એ પણ છે કે, આ છવ્વીસ આયતો મૂળ કુરાનનો હિસ્સો નથી. તેને પાછળથી જોડવામાં આવી છે. પરિશિષ્ટ જેવું જ. અને આ ખતરનાક આયતો પાછળથી કુરાનમાં ઉમેરી છે કોણે? એ ઉમેરો કરાવ્યો પ્રથમ ખલિફા અબુ અલ બંકરએ. મોહમ્મદ પયગંબરની વિદાય પછી કુરાનની આયતોને ગ્રંથસ્થ કરવાનું કાર્ય ખલિફાએ ચાર લોકોને સોંપ્યું. આ ચારમાં ઉબે બિન કાબ, મુઆઝ બિન જબલ, ઝૈદ બિન તાબિત અને અબુ ઝૈદ સામેલ હતાં. બાકીનાં ત્રણ લોકો સર્વસંમતીથી ઝૈદ બિન તાબિતને બધી જ આયતો લખવાનું સોંપી દીધું.
ઝૈદ બિન તાબિતએ કુરાન લખી નાખ્યું અને તેની પ્રત મોહમ્મદ પયગંબરની ચોથી પત્ની તથા બીજા ખલિફા હઝરત ઉમરની દીકરી હફઝાનાં હાથમાં સોંપી દીધી. આ હતું અસલી કુરાન. કારણ કે, તેમાં મોહમ્મદ પયગંબર દ્વારા કહેવાયેલી આયતોને જ સ્થાન મળ્યું હતું. સમસ્યાનું સર્જન ત્રીજા ખલિફાનાં સમયમાં થયું. તૃતિય ખલિફા હઝરત ઉસ્માનનાં જમાનામાં કુરાનનાં અલગ-અલગ ત્રણસો વર્ઝન ઉપલબ્ધ હતા! ક્યું માનવું- ક્યું નહીં? એ સમયે ત્રીજા ખલિફાએ કુરાનની મૂળ પ્રત કંડારનાર ઝૈદ બિન તાબિતને બોલાવ્યા અને તેમને સૂચના આપી કે તેઓ પયગંબર સાહેબની પુત્રી હજરત હફઝા પાસેથી મૂળ પ્રત મેળવીને ફરીથી અસલી કુરાન લખાવવામાં આવે. તાબિતે એ પ્રત મેળવી. પરંતુ તૃતિય ખલિફાએ પુન:લેખનનું કાર્ય પોતાનાં સાથી અબ્દુલ્લા બિન ઝુબૈર, સૈદ બિન અલાસ તથા અબ્દુર્રહમાન બિન હારિત પાસે કરાવ્યું.
અહીં જ કહાની મેં ટ્વિસ્ટ હૈ. ત્રીજા ખલિફાનાં યુગમાં તલવારની અણીએ, હિંસાચાર, અત્યાચાર દ્વારા ઈસ્લામનો પ્રચાર-પ્રસાર કરાવવાનું પાગલપન ચરમસીમા પર હતું. આવા માહૌલમાં મુસ્લિમ યુવાનોને વધુ ભડકાવવા ત્રીજા ખલિફાની સૂચનાથી આ છવ્વીસ આયતો કુરાનમાં ઉમેરવામાં આવી. ત્યારથી ઠેઠ આજ લગી આ 26 આયતો મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશ કરતી આવી છે. જાહેર હિતની અરજી કરનાર વસિમ રિઝવીએ દેશનાં છપ્પન મુખ્ય ઈસ્લામિક સંગઠનોને આ છવ્વીસ આયતો પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે.
- Advertisement -
મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓની દુકાન કટ્ટરતા અને ધાર્મિક અંધાપા પર ચાલે છે. આઇ.એસ.આઈ.એસ. અને તેનાં જેવાં અનેક કટ્ટરવાદી સંગઠનોનો કારોબાર પણ આ છવ્વીસ આયતો પર જ ચાલે છે
56માંથી ભાગ્યે જ કોઈ સંગઠન રસ લેશે. કારણ કે, મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓની દુકાન કટ્ટરતા અને ધાર્મિક અંધાપા પર ચાલે છે. આઇ.એસ.આઈ.એસ. અને તેનાં જેવાં અનેક કટ્ટરવાદી સંગઠનોનો કારોબાર પણ આ છવ્વીસ આયતો પર જ ચાલે છે. દુનિયાભરમાં ફેલાયેલાં- બહુ જ પોપ્યુલર થયેલાં ‘એકસ-મુસ્લિમ્સ’ આંદોલને આ કારણે જ જોર પકડયું હતું. આ મૂવમેન્ટ એવા લોકોએ ચલાવી હતી- જે મુસ્લિમો આવી હિંસક આયતો અને સંકુચિત વિચારધારાથી ત્રસ્ત થઈ ગયા હોય અને ઈસ્લામ છોડી દીધો હોય.
કુરાનની આ છવ્વીસ આયતો ઉમેર્યા પછી ત્રીજા ખલિફાએ જૂનાં તમામ કુરાનનો, તમામ આવૃત્તિઓનો નાશ કર્યો હતો. આ હિંસક છવ્વીસ આયતો હટાવ્યા બાદ હાલની કોપી અમાન્ય ગણાવી જોઈએ- તેવું તમને પણ લાગશે જ. જે છવ્વીસ આયતો બાબતે જાહેર હિતની અરજી થઈ છે- તેનાં પર એક નજર ફેરવવા જેવું છે.
(1) પછી જ્યારે હરામનાં મહિના પસાર થઈ જાય ત્યારે મુશરિકો (કાફિરો-અલ્લાહને નહીં માનનારા)ને જ્યાં જુઓ ત્યાં કત્લ કરી નાંખો. લપાઈને તેમની રાહ જુઓ, તેમને ઘેરી લો, પકડી લો. જો તેઓ શરણે આવીને નમાજ અદા કરે અને જકાત (નાણાં) આપે તો તેમને છોડી દો. નિસંદેહ અલ્લાહ બહુ ક્ષમાશીલ અને દયાવાન છે.
(2) હે ઈમાન લાવનારાઓ (મુસ્લિમો)! મૂર્તિપૂજક નાપાક છે!
(3) એ વાતમાં કોઈ શંકા નથી કે કાફિર તમારા કટ્ટર દુશ્મન છે.
(4) હે મુસ્લિમો! એ કાફિરોથી લડો- જે તમારી આસપાસ છે, તેમનાં પ્રત્યે કઠોર બનો!
(5) જે લોકોએ અમારી આયતો માનવાથી ઈન્કાર કર્યો તેને અમે અગ્નિમાં હોમી દેશું. જ્યારે તેમની ચામડી સળગી જશે ત્યારે આપણે ફરી તેમની પર ચામડી ચડાવીશું- જેથી એ ચામડી બળવાનું દર્દ બીજી વખત સહન કરે. નિસંદેહ અલ્લાહ જ પ્રભુત્વશાળી અને તત્ત્વદર્શી છે!
(6) જો તમારા ભાઈ કે બાપ અલ્લાહનો ઈન્કાર કરે- નાસ્તિક હોય તો એમને પણ મિત્ર ન બનાવો- સંબંધ ન રાખો. જો તમે તેમની સાથે સંબંધ રાખશો તો આવા જ લોકો જાલીમ બનીને આપણાં પર જ રાજ કરશે.
(7) અલ્લાહ કદી કાફિર (બિન-મુસ્લિમ, મૂર્તિપૂજકો)ને માર્ગ નથી દેખાડતાં.
(8) હે મુસ્લિમો! કાફિરોને મિત્ર બનાવી તેમનું કાસળ કાઢી નાંખો. જો તમે મુસ્લિમ છો તો અલ્લાહથી ડરતા રહો.
(9) મૂર્તિપૂજકો જ્યાં પણ મળી આવશે, તેમને પકડવામાં આવશે અને તેમને ખતમ કરી દેવામાં આવશે.
(10) જો તમે અલ્લાહ સિવાય કોઈને પૂજો છો તો તમે અને એ બેઉ નર્કનાં ઈંધણ બનશો. તમે અવશ્ય નર્કમાં જશો.
(11) અને એવા લોકોથી વધુ જાલીમ કોણ હશે- જેને રબની આયતો દ્વારા ચેતવવામાં આવ્યા હોય છતાં તેઓ એ ન માને. આપણે આવા અપરાધીઓ સામે ચોક્કસ બદલો લેવો જોઈએ.
(12) અલ્લાહે તમને ‘ગનીમતો’ (લૂંટનો માલ)નું વચન આપ્યું છે- જે અવશ્ય તમારા હાથમાં આવશે.
(13) લૂંટનો જે માલ તમે એકઠો કર્યો છે- તે તમારા હક્કનો સમજીને ખાઓ-ઉડાવો.
(14) હે નબી! કાફિરો અને મૂર્તિપૂજકો સામે જેહાદ કરો, એમનાં પર સખતી કરો. તેમનું સ્થાન જહન્નુમ છે, ત્યાં તેમને પહોંચાડી દો.
(15) અલ્લાહનો ઈન્કાર કરનારાઓને, નાસ્તિકોને આપણે અવશ્ય યાતનાની મજા ચખાડીશું. એમનાં કર્મોનો એમને બહુ ખરાબ બદલો આપીશું.
(16) જે અમારી આયતો માનવાનો ઈન્કાર રે છે- તેનો બદલો જહન્નુમની આગ છે. અલ્લાહનાં શત્રુઓની આ જ હાલત થશે.
(17) અલ્લાહ મુસ્લિમોને જાન-માલનાં બદલામાં જન્નત આપે છે. નિસંદેહ અલ્લાહે ‘ઈમાનવાળા’ (મુસ્લિમોને)ને ખરીદી લીધાં છે. તેઓ અલ્લાહનાં માર્ગ પર ચાલતાં-ચાલતાં કાફિરોને મારી પણ નાંખશે અને ખૂદ પણ મરી જશે.
(18) અલ્લાહે મૂર્તિપૂજક પુરુષો અને સ્ત્રીઓ તથા કાફિરો માટે જહન્નુમની આગનું વચન આપ્યું છે. એ લોકો સદા તે આગમાં જ રહેશે. અલ્લાહે એમનાં પર ફિટકાર વરસાવ્યો છે અને તેમને કાયમી યાતના આપી છે.
(19) હે નબી! મુસ્લિમોને લડાઈને રસ્તે લઈ જાઓ. જો તમારામાં વીસ ઝનૂની હશે તો એ બસ્સો પર ભારે પડશે, તમે એકસો હશો તો એક હજાર કાફિરોને હરાવશો. કેમ કે, કાફિરોમાં સમજ-સૂઝ નથી હોતા.
(20) હે મુસલમાનો, તમે યહુદીઓને કે ખ્રિસ્તીઓને મિત્ર ન બનાવો. જો તમે તેમને મિત્ર બનાવશો તો તમે પણ તેવાં જ ગણાશો. જુલ્મીઓને અલ્લાહ માર્ગ દેખાડતો નથી.
(21) જે અલ્લાહમાં માનતા નથી, જેમને અલ્લાહે અને તેનાં રસૂલે હરામ ઠેરાવ્યા છે, જે સાચા ધર્મને પોતાનો ધર્મ માનતા નથી…. એમની સામે લડો. ત્યાં સુધી લડો કે એ લોકો અપમાનીત થઈને જીજીયા (વેરો-ખંડણી) દેવા તૈયાર થઈ જાય.
(22) પછી અમે એમની વચ્ચે કયામતનાં દિવસ સુધી વૈમનસ્ય અને દ્વેષની આગ ભડકાવી અલ્લાહ જલ્દી એમને (વિધર્મી-કાફિરો) એમનું સ્થાન દેખાડશે!
(23) એ લોકો (કાફિરો) ઈચ્છે છે કે, તમે પણ તેમની જેમ કાફિર બની જાઓ, પછી તમે એમનાં જેવા જ બની જશો. એમનામાંથી (કાફિરોમાંથી) કોઈને ત્યાં સુધી સાથી બનાવશો નહીં- જ્યાં સુધી તેઓ અલ્લાહનાં માર્ગ પર ન ચાલે. જો તેઓ આવું ન કરે તો જ્યાં પણ તેમને જુઓ- તેમને પકડો અને તેમની હત્યા કરો.
(24) કાફિરોથી લડો. અલ્લાહ તમારા હાથો દ્વારા તેમને યાતના આપશે, અપમાનીત કરશે. બદલામાં અલ્લાહ તમારી સહાય કરશે તમારા હૃદયમાં ઠંડક પહોંચાડશે!
(25) આપણે શીઘ્ર જ (અલ્લાહનો) ઈન્કાર કરનારાઓ પર ધાક બેસાડી દેશું. એમનું સ્થાન આગમાં છે. અત્યાચારીઓનો આ જ અંજામ છે.
(26) જ્યાં પણ તેમની પર કાબૂ મેળવો- એમને કત્લ કરો અને એમને તગેડી મૂકો. એટલા માટે કે ઉપદ્રવ તો કતલથી પણ વધુ ગંભીર છે. પણ કાબા નજીક તેમની સાથે લડાઈ ન કરો.
છવ્વીસ આયતો અહીં પૂરી થાય છે, પરંતુ આ ધાર્મિક ગાંડપણ ક્યારે ખતમ થશે તે કોઈ જાણતું નથી. ક્યારેક લાગે છે કે, મુસ્લિમોને આ પૃથ્વી પર માત્ર ચીન જ સમજી શક્યો છે અને ઈસ્લામિક કટ્ટરતા સાથે નિપટવાની કળા માત્ર ચીનાઓ જ જાણે છે.